અત્યારસુધી તમે એવા કિસ્સા ઘણા સાંભળ્યા હશે જેમાં સાસરીવાળા પરણીતા પાસેથી દહેજ મ્નાગતા હોય છે પરંતુ અલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પુત્રવધુએ તેની સાસુ પાસેથી દહેજ માંગ્યું. સુરતના વરાછામાં પુત્રવધુએ સાસુને ઘરમાંથી કાઢી મુકવા માર માર્યો હતો. પુત્રવધુએ સાસુને કહ્યું કે, આ મારું સાસરુ છે. તમારે મારા પિતાને 50 લાખ રૂપિયા આપવા પડશે.
આજના ઝડપી યુગમાં દહેજ માટે અનેક પરણીતાને સાસરિયા ત્રાસ આપતા હોવાની એક ફરિયાસ સામે આવી છે. અનેક ફરિયાદમાં પોલીસ ફરિયાદ થઇ છે પણ આજે એક એવી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જે ફરિયાદ સમય પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.
અહીં સાસુએ પોતાની પુત્ર વધુને દહેજ માટે ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના વરાછા મિની બજારમાં અંકુર ચોકડી પાસે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી કાળુભાઈ જીવાભાઈ દુધાતનો દીકરો રોનકના લગ્ન મોટા વરાછામાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણ લાઠીયાની દીકરી શ્વેતા સાથે થયા હતા.
શ્વેતા અને રોનક મુંબઈ ફરવા ગયા ત્યારે શ્વેતાના પિતા પણ મુંબઈ ગયા હતા. આ દરમિયાન સ્વેતાના પિતાએ કાળુભાઈને ફોન કરીને કહ્યું કે, મારી દીકરીને હું ઘરે લઈ જાવ છું. તમારા દીકરાને તમારા ઘરે બોલાવી લો. અમારે છુટાછેડા લેવા છે. ત્યારબાદ બંને પરિવારે સુરતમાં મિટિંગ કરતા શ્વેતાના પિતાએ ડિવોર્સ માટે 50 લાખ માંગ્યા હતા.
તેથી રોનકે ડિવોર્સ આપવાનો ઇનકાર કરતા શ્વેતા તેના પિતાના ઘરે રહેવા ગઈ હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે સવારે 7 વાગ્યે સાસરે આવી સાસુ કાંતાબેનને કહેવા લાગી કે, મારું સાસરું છે, હું મારા ઘરે રહેવા આવી છું. તમારે રહેવું હોય તો મારા પિતાજીને 50 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તમે ઘરમાંથી બહાર નીકળી જાવો તેમ કહીને ગાળો આપી હતી.
ત્યારબાદ સાસુને બે તમાચા મારી હાથ-પગ તોડાવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમે 50 લાખ રૂપિયા ન આપો તો તમારા પરિવારજનોને ખોટા દહેજના કેસમાં ફસાવી દેવાની અને હું દવા પી લઈશ એવી ધમકી આપી હોબાળો મચાવ્યો હતો. જોકે, આ પરિવારનો ઝગડો પોલીસ મથકે પહોચ્યો હતો અને જ્યાં સાસુએ પોતાની પુત્ર વધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે ગુણો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.