ગુજરાતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સૂરતના પાંડેસરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ મોહનનગરમાં આ સમગ્ર ઘટના બનવા પામી હતી. સામસામે થયેલી છુટ્ટાહાથની મારામારી બાદ મોહન નગરના સ્થાનિક યુવાનોએ રાજન નામના ઇસમ પર પાવડા અને દંડા વડે હુમલો કરી પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, 36 વર્ષીય રાજન રાજેસિંગ રાજપૂત બમરોલીની આશિષ નગરનો રહેવાસી હતો. રાજન જમીન કબજાના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. મોહન નગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા છે. જોકે, હત્યાની જાણ બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
હત્યારા બાબતે કોઈ પણ બોલવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. રાજન યુપીનો રહેવાસી અને આ વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે વર્ષથી મોહન નગરમાં ખાલી પ્લોટ અને જમીનના કબજાને લઈ વિવાદમાં આવ્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle