હદ છે..! સુરતમાં શ્રમિકને માર મારી લુંટારુઓ રોકડા તો ઠીક પરંતુ સાથે પહેરેલા કપડા પણ કાઢીને લઇ ગયા

સુરત(Surat): શહેરના કોસાડ રેલવે સ્ટેશન(Kosad railway station) નજીક એક ઓડિશાવાસી(Odisha people)ને કેટલાક અજાણ્યા ઈસમોએ માર મારી રૂપિયા 200ની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અર્ધ નગ્ન અને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને 9 કલાક થયા બાદ આજે સવારે એમ્બ્યુલન્સ(Ambulance)ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પીટલ(Civil Hospital)માં ખસેડવામાં આવતા તમામ હકીકતો સામે આવી હતી.

શરીર ઉપર મારના ખુબ નિશાન અને બન્ને આંખોમાં ઇજા બાદ પણ રાજુ નાયકાએ જણાવતા કહ્યું હતું કે, હું તો નશામાં હતો, પણ મારવા વાળા ઢોર માર મારી રહ્યા હતાં. માત્ર રૂપિયા જ નહિ પરંતુ મને અર્ધ નગ્ન કરી કપડા તો લુંટી ગયા હતા પરંતુ સાથે મારી ઈજ્જત પણ લૂંટી ગયા હતા.

છ મહિના પહેલા ગામડેથી આવેલો:
રાજુ હળપતિ નાયકા(પીડિત)એ જણાવતા કહ્યું હતું કે, તેઓ અમરોલી-કોસાડ વચ્ચે આવેલી અંજની ઇન્ડસ્ટ્રીના રક સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરી રહ્યા છે અને નજીકના તુલસી એપાર્ટમેન્ટમાં તેનાં 10 જેટલા મિત્રો સાથે રહે છે. 6 મહિના પહેલા જ તેઓ વતન ઓડિશાથી સુરત પરત રોજગારી મેળવવા માટે આવ્યા હતા.

નશો કરીને રૂમ પર જતાં માર પડ્યો
શુક્રવારે એટલે કે ગઈ કાલની રાત્રે દારૂનો નશો કરી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોસાડ રેલવે ટ્રેક નજીક બે અજાણ્યા ઈસમોએ તેની સાથે પહેલા મારા મારી કરી હતી. ત્યારબાદ ખીસ્સામાંથી 200 રોકડ રૂપિયા કાઢી લીધા હતા. અને પછી તેમણે પહેરેલા કપડા પણ બદમાશો ઉતારીને લઈ ગયા હતા.

ક્રુરતાથી માર મારનાર બન્ને ઈસમોએ ઈજ્જત લુટી હોવાનું કહેતા ઈજાગ્રસ્તે વધુમાં જણાવતા કહ્યું છે કે, આખી રાત હું ઇજાગ્રસ્ત હાલતમાં રેલ્વે ટ્રેકની આજુબાજુ જ પડી રહ્યો હતો અને સવાર પડતા જ કોઈ વ્યક્તિની નજર મારા પર પડી અને મને સાડીના ટુકડાની લંગોત પહેરાવીને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ હું ભાનમાં આવ્યો હતો. મારા આખા શરીરે જ્યાં જુઓ ત્યાં ઇજાના નિશાન છે બન્ને આંખે જાંખુ દેખાઈ રહ્યું છે. માથામાં પણ અનેક ઇજા અને દુઃખાવા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *