CR પાટીલ તથા CM વિજય રુપાણીએ કરી ઐતિહાસિક બળદગાડાની સવારી- જાણો વિગતવાર

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આજે દેશના પનોતા પુત્ર તેમજ આઝાદ હિંદ ફોજના સંસ્થાપક એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. આજના દિવસે રાજ્યના CM વિજય રૂપાણી તથા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભાજપના અધ્યક્ષ CR પાટીલ આજે સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ હરિપુરામાં આવ્યા હતા.

આની સાથે જ સુભાષ બાબુને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ જગ્યાએ એક વિશિષ્ઠ બળદગાડાની યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં બંને મહાનુભાવોએ સવારી કરી હતી. હરિપુરાની સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની ખાસ યાદો જોડાયેલી છે.

આ એજ જગ્યા છે કે, જ્યાં નેતાજી અંદાજે 83 વર્ષ અગાઉ કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
આ અધિવેશન સુભાષ બાબુની આગેવાનીમાં મળ્યું હતું કે, જેમાં તેઓ એક બળદગાડાના રથમાં બેસીને આવ્યા હતા જે હાલમાં પણ યાદગીરી સ્વરૂપે ત્યાં રાખવામાં આવ્યું છે.

આ દરમિયાન વર્ષ 2009માં તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ હરિપુરાની મુલાકાત લેવા માટે આવ્યા હતાં. તત્કાલીન CM નરેન્દ્ર મોદી વર્ષ 2009માં એ જ રથમાં બેસીને આ સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા હતા કે, જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે સવારી કરી હતી. આજે સરકાર દ્વારા આ સ્થળે એક મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવશે.

આ મ્યુઝિમમાં દ્વારકાના તત્કાલિન મહારાજાએ સુભાષ બાબુ માટે મોકલાવેલો રથ પણ મૂકવામાં આવશે. આ મ્યુઝિમને રાજ્યના લોકો મુલાકાત લઈને નેતાજીના યોગદાનને યાદ કરીને નવી પેઢી આઝાદીના મહાન લડવૈયાના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવો આશય રહેલો છે.

માતૃભૂમિને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે નેતાજી બોઝના યોગદાનને આગામી પેઢી યાદ રાખે તેની માટે સરકાર દ્વારા આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ખુબ ગર્વની વાત કહેવાય!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *