સુરત: દિવાળી પહેલા જ હીરા ઉદ્યોગમાં મચી અફરાતફરી – હીરાના વેપારીનું 40 કરોડમાં થયું ઉઠામણું 

કોરોના મહામારીને કારણે ગુજરાતના ડાયમંડ સીટી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત એટલે કે, સુરત શહેરમાંથી અવારનવાર સમાચાર સામે આવતાં રહેતા હોય છે. હાલમાં પણ એક સમાચાર…

કોરોના મહામારીને કારણે ગુજરાતના ડાયમંડ સીટી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત એટલે કે, સુરત શહેરમાંથી અવારનવાર સમાચાર સામે આવતાં રહેતા હોય છે. હાલમાં પણ એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતને હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે ત્યારે કોરોના મહામારી વચ્ચે આ ઉધોગ ચાલી રહ્યો નથી એવા સમયમાં વધારે એક વેપારીનું કુલ 40 કરોડમાં ઉઠમણાની વાત વહેતી થતાં સામી દિવાળીએ હીરા બજારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

જો કે,  આ વેપારીનાં ઉઠમણાને લઈ કુલ 25 કરતાં વધારે વેપારીના રૂપિયા સલવાઇ ગયાની વાત પણ સામે આવી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતનાં ડાયમંડ ઉધોગ પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. કુલ 5 માસ જેટલો આ વેપાર બંધ થઈ ગયા પછી માંડ આ ઉધોગ થાળે પડ્યો છે ત્યારે ડાયમંડની  વિદેશના બજારમાં ખુબ માંગ વધી છે ત્યારે છેલ્લા 5 મહિનાથી આ ઉધોગે જે ખોટ કરી છે એ સરભર થાય એવો સમય આવ્યો છે.

આવાં સમયે સુરતના બજારમાં હીરાનો વેપાર કરતા એક સૌરાષ્ટવાસી હીરા વેપારીનું જે પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચર કામ કરી રહ્યાં હતાં. આ વેપારી આર્થિક ભીડમાં આવી જતા કુલ 40 કરોડ રૂપિયામાં ઉઠી ગયો હોવાનું સામે આવ્યુ છે. સમયસર પેમેન્ટ ચૂકવનાર આ વેપારી છેલ્લાં 1 મહિનાથી વેપાર મર્યાદિત કરી દીધો હતો.

ઉઠમણાંને લીધે કુલ 25 જેટલા વેપારીઓનું પેમેન્ટ ફસાયું છે. જેમાં રફ ડાયમંડના પણ વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું જાણવા મળ્યું છે. એક બાજુ દિવાળીને લીધે હીરાના એકમોમાં પ્રોડક્શન સતત વધી રહ્યું છે. બીજી બાજુ વધતાં ઉઠમણાંએ કારખાનેદારો તથા વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. જો કે, અત્યાર સુધીમાં કોરોના મહામારીની વચ્ચે શરુ થયેલ વેપારમાં કુલ 200 કરોડ કરતા વધુના ઉઠમણાં થયાં હોવાને લઈ આ ઉધોગને મોટા પ્રમાણમાં ફરક પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *