સુરતને મળી વધુ એક ‘લેડી ડોન’ -ખૌફ જોઇને લોકોના શ્વાસ અટક્યા, જાહેરમાં જ ચપ્પુ લઈને…

સુરતમાં વધુ એક લેડી ડોનની એન્ટ્રી થઇ ગઈ છે. લેડી ડોન ભૂરીને ટક્કર આપવા માટે ભાવિકાની એન્ટ્રી થઈ છે. કાપોદ્રા વિસ્તારમાં ખુલ્લેઆમ ચપ્પુ લઈને મારામારી અને ધમકી આપતી ફરી રહી છે. જેમાં એક વીડિઓ વાયરલ થયો છે જેવી રીતે ભૂરી જેલની હવા ખાય છે, તેમ લેડી ડોન ભાવિકાને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

થોડા સમય પહેલાં સુરતમાં એક યુવતી ચપ્પુ લઈને ફરતી હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ સીસીટીવી વીડિયો એટલો વાઇરલ થયો કે તે પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસ સુધી વીડિયો પહોંચે એટલે તેને  તપાસ કરી તો કંઈક અલગ જ જાણવા મળ્યું. જયારે આ વીડિઓ વાયરલ થયો ત્યારે તો બધાને એમ લાગ્યું કે આ વીડિઓ ભૂરી ડોનનો છે.લોકોને તો એવું લાગ્યું કે,ભૂરી ડોન ફરીથી આતંક મચાવવા આવી પોહચી છે.જયારે પોલીસે તપાસ શરુ કરી તો, કઈ અલગ જ જાણવા મળ્યું.

લેડી ડોનનું પૂરું નામ ભાવિકા અનિલભાઈ વાળા 
ભાવિકા ભાવનગરમાં આવેલા મહુવા ગામની રહેવાસી ભાવિકા તેના ગામ માં ભાવના નામે ઓળખાય છે. તે હાલ સુરતમાં પુણા વિસ્તારમા આવેલા સીતા નગરમાં રહે છે. ભાવિકાના લગ્ન હજી થોડા વર્ષો પહેલા થયા હતા. લગ્ન પછી થોડા સમય સુધી તેનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું. થોડાક સમય પછી તેઓમાં ઝઘડા શરૂ થઇ ગયા હતા. પતિ સાથેના ઝઘડાઓ એટલા બધા વધી ગયા કે તેમણે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

ભાવિકાનું લગ્નજીવન થોડો સમય ખુશીઓથી ચાલી રહ્યું હતું. તેમાં તેણીએ એક સરસ દીકરીને જન્મ આપ્યો હતો. જયારે તેના પતિ સાથેના ઝઘડામાં છૂટાછેડા થયા ત્યારબાદ તે દીકરી ને લઈ પોતના મમ્મી સાથે પિયેરમાં રહે છે. અત્યારે ભાવિકા સુરત મા પોતની માતા અને દીકરી સાથે રહે છે.

સુરતના પુણા વિસ્તારમા આવેલી સીતાનગર સોસાયટી ખાતે રહેતી ભાવિકા છૂટાછેડા બાદ પિયરમાં આવ્યા બાદ, ધીમે ધીમે ગુનેગારોના સંપર્કમાં આવવા લાગી હતી. સીતાનગર ખાતે ધમકી અને હથિયાર સાથે રોફ જમાવતી અવારનવાર સામે આવતી હોય છે.હત્યાના પ્રયાસ, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોના સંપર્કમાં આવતા ભાવિકા પણ ગુનાખોરીના રસ્તે ચડી ગઈ છે.

સુરત મા કાપોદ્રા પુણા ગામ પાસે આવેલી નાલંદા સ્કુલના ગેટ પાસે તે ગુંડાગીરી કરી રહી હતી.પોલીસની તપાસમાં વીડિયોમાં દેખાતી યુવતી ભાવના ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું.જયારે કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરીત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પુ પણ કબજે કર્યું હતું.

રોફ જમાવીને કોઈને પણ રોકીને તેને ધમકી આપતી
ભાવિકા દ્વારા જાહેર સ્થળ ઉપર વાહનચાલકોને હેરાન કરવામાં આવતા હતા અને રોફ જમાવીને કોઈને પણ રોકીને તેને ધમકી આપતી હતી. રસ્તે ચાલતાં ચાલતાં પણ હથિયાર બહાર કાઢીને લોકોને ધાકધમકી આપી રોફ બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં કરેલી હત્યાના પ્રયાસ અને તેના સાગરીત સામે પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓ ગત 26-11-2022ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા અને તે વખતે રોડ પર ફોર વ્હીલરચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલી હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *