સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને લીધી અડફેટે, પિતાની નજર સામે જ કંધોતર જેવા પુત્રનું કરુણ મોત

Surat News: સુરતમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને કચડી નાખતા મોત થયું હોવાનું સામે(Surat News) આવ્યું છે. ઉગત ભેંસાણ રોડ પર પિતા પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે પિતા-પુત્રની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જે બાદ વિદ્યાર્થીના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

14 વર્ષીય પુત્રનું પિતાની આંખ સામે કરુણ મોત
મૂળ ભાવનગરના વતની સુરતના દાંડી રોડ ખાતે આવેલ ગોપાલ ફાર્મમાં રહેતાં ઈશ્વર ભાઈ ભગતનો પૂત્ર દર્શન સાથે ઈશ્વરભાઈ ભેસાણથી મોરાભાગળ ખાતે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉગત ભેંસાણ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે અડફેટે લેતા 14 વર્ષીય કચડી નાખ્યો હતો. જેમાં પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ઘટનાસ્થળે મોત નીપજ્યું
​​​​​​​પુત્રનું પિતાના આંખની સામે જ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર ચાલી રહી છે. પુત્રનું જ પિતાની આંખની સામે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પરિવારે ડમ્પર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી
અકસ્માતની ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ડમ્પરચાલક રસ્તામાં જ ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પાલ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થ સિવિલ હોસ્પિટલ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.બીજી બાજુ ઘટનાને લઈ પરિવાર સહિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પરિવારે ડમ્પર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી.