સુરત(ગુજરાત): ફરી એકવાર સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સુરતના રાવતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. ત્યારે ચપ્પુની અણીએ 2 વ્યક્તિઓ જુગાર રમતા યુવાનોને લૂંટીને ભાગી ગયા હતા. સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની માહિતી પણ મળી છે. તેનો એક વીડિયા ભૂતકાળમાં પણ વાયરલ થયો હતો. જેમાં તે જમીન પર થૂંકીને લોકોને તે ચડાવી રહ્યો હતો. આ મામલે તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો.
સુરત પોલીસની નિષ્ક્રિયતાના કારણે અસામાજિક તત્વોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે. જાણે કે અસામાજિક તત્ત્વોના હાથમાં સુરત શહેર છે. તેવામાં વધુ એક આવો બનાવ જોવા મળ્યો છે. કેટલાક યુવાનો ગઈકાલે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં જુગાર રમી રહ્યા હતા. તે સમયે વિક્રમ ત્યાં પોતાના સાથી સાથે પહોંચ્યો હતો અને જુગાર રમતા યુવાનોને ચપ્પુ બતાવી તેમની પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ભાગી ગયો હતો.
આ સમગ્ર ઘટના ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. પોલીસે વીડિયો વાયરલ થતા જ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચપ્પુની અણીએ લૂંટ કરનાર ભૂતકાળમાં લિંબાયત વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે લોકોને જમીન પર થૂંકાવી ત્યારબાદ થૂંક ચટાવવાના ગુનામાં તેની ધડપકડ કરી હતી. પોલીસે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી સુરતનો લિંબાયત વિસ્તાર અસામાજિક તત્વોના અડ્ડો બની ગયો હોય તેમ એક પછી એક ઘટના બની રહી છે. હાલ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ અસામાજિક તત્વને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં પણ આરોપી વિરુધ આવા ગુનાઓ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.