કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવારની અપૂરતી સુવિધાના કારણે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. કોરોનાએ આખાને આખા પરિવારો પણ ઉજાડી દીધા છે. ક્યાંક પરિવારનો મોભી છીનવાયા, તો ક્યાંક વ્હાલસોયા ગુમાવ્યા, ક્યાંક માતાપિતાની છત્રછાવાયા ગુમાવી, તો ક્યાંક ગમતા સ્વજનોને દૂર કર્યાં.
આ દરમિયાન આખેઆખા પરિવારો ગુમાવ્યા બાદ આપણુ શું થશે અને કેવી રીતે જીવીશું તેવી ચિંતા બાકી રહેલા પરિવારજનોને કોરી ખાય છે. આ બીકના કારણે લોકો મરવાનું પસંદ કરી રહ્યાં છે. જયારે આ ડરને કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. આ દરમિયાન પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ગુમાવતા સુરતના એક વૃદ્ધાએ એકલવાયુ જીવન જીવવાને બદલે મરવાનું પસંદ કર્યું હતું.
જાણવા મળ્યું છે કે, કોરોનામાં પુત્ર સહિત 4 સ્વજન ગુમાવતા ભટાર વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ 9માં માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું. હૃદયરોગથી પીડાતા વૃદ્ધાના પતિની હાલત પણ હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલવામાં આવ્યો હતો. આ પરિવારમાં છેલ્લાં 2 મહીનામાં કોરોનાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભટાર વિસ્તારના વાસુદેવ એપાર્ટમેન્ટમાં મીઠાણી પરિવાર રહે છે. આ પરિવારે છેલ્લાં બે મહિનામાં 4 લોકોને ગુમાવ્યા છે. જેને લઈને આ પરિવારના 65 વર્ષીય વૃદ્ધા ચંદ્રકાંતાબેન મીઠાણીએ સોમવારે નવમા માળથી કૂદીને આપઘાત કરી લીધો હતો. 12 એપ્રિલે 42 વર્ષના પરિવારના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યારબાદ 65 વર્ષીય ચંદ્રકાંતાબેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.
આ ઉપરાંત એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. 15મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યા હતા. જાણવા મળ્યું છે કે, ચંદ્રકાંતાબહેન ચાર સભ્યોના મોતથી સતત તણાવમાં રહેતા હતા. જેને કારણે તેમણે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. આ ઉપરાંત તેમના પતિ દિનેશભાઈ પણ હૃદયરોગથી પીડાય છે અને તેમની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.