અંધભક્તએ બેડ વગર પિતાને નજર સમક્ષ મરતા જોયા, તો નીતિન પટેલને બેડ કેવી રીતે મળ્યો? ભાજપ સમર્થકનો બળાપો આવ્યો બહાર

પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ, ઓક્સિજન અને પ્રાણરક્ષક દવાઓના જથ્થાની ભારે અછત…

પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ, ઓક્સિજન અને પ્રાણરક્ષક દવાઓના જથ્થાની ભારે અછત હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. આ દરમિયાન સ્થાનિક મીડિયામાં સતત ઘણા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે નીતિન પટેલનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવતાંની સાથે જ તેમને તાત્કાલિક અસરથી રાજ્યની સરકારી હૉસ્પિટલમાં બેડની સુવિધા મળી ગઈ છે. આ અંગે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણા સોશિયલ મીડિયા યુઝરો નીતિન પટેલને જલ્દી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોકે, સરકારી વ્યવસ્થાથી નારાજ પ્રજાજનો તેમના પ્રશંસકો અને શુભેચ્છકોનો પણ સોશિયલ મીડિયા પર ઉધડો લઈ રહ્યા છે.

એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે, ” જ્યારે ઘણા લોકોને પથારી નથી મળી રહી તેવા સમયે નીતિન પટેલને આટલી સરળતાથી હૉસ્પિટલમાં પથારી કેવી રીતે મળી ગઈ?” એક યુઝરે સરકારની બેવડી નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, “તો નીતિનભાઈને ડાઇરેક્ટ દાખલ કરાયા કે તેમણે પણ 108વાળો પ્રોટોકોલ અનુસરવો પડેલો?”

એક ટ્વિટર યુઝર બે દિવસથી ટ્વીટ મારફતે પોતાના કોરોનાગ્રસ્ત પિતા માટે બેડની વ્યવસ્થા કરવાની વિનંતી કરી રહ્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “આભાર નીતિન પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી. તમારા આયોજનના કારણે મેં મારા પિતાને ગુમાવ્યા. મેં ઘણી વખત 108 પર ફોન કર્યો પણ તેઓ ન આવ્યા.

મારા પિતાનું ઓક્સિજન લેવલ 30 થઈ ગયું હતું. હું કાંઈ કરી શકું એમ નથી. મારે મારા પિતાને મારી આંખો સામે મરતા જોવા પડી રહ્યા છે. તમે બધા આના માટે જવાબદાર છો. તમારા નિર્ણયોના કારણે મારા પિતાને મેં ગુમાવ્યા. હું કટ્ટર ભાજપનો સમર્થક છું. પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે તમે બધા બિનકાર્યક્ષમ છો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *