ક્રાઈમ રિપોર્ટર: સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 મહિના અગાઉ ની અદાવત રાખી બે યુવાનોએ બાઈક સળગાવી દીધી હતી. બાઈક ની ઝપેટમાં દુકાન પણ આવી જતા હજ્જારો રૂપિયાનો માલ બળી ને ખાખ થઈ ગયો હતો. સુરતના પાંડેસરા ગાયત્રી નગર ખાતે મોડી રાત્રે એક વાગ્યા ના અરસામાં બે અજાણ્યા યુવાનો દ્વારા પાર્ક કરાયેલી બાઈક પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દીધી હતી. આ ઘટના માં બાઈક ની સાથે તેની પાસે ની દુકાન પણ આગ ની ઝપેટમાં આવી ગઈ હતી.
સ્કુટરને લગાવાયેલી આગ ના કારણે બાજુમાં આવેલી દુકાન પણ બળી ને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ સીસીટીવી ચેક કરતા આ બન્ને યુવાનો જાણીતા હોવાનું બહાર આવ્યું હતું. આ બન્ને યુવાનો સાથે 6 મહિના અગાઉ અનિતા નામની મહિલા નો ઝગડો થયો હતો, જેની અદાવત રાખી તેઓએ બાઈક સળગાવી હતી. હાલ પાંડેસરા પોલીસે બનાવમાં બન્ને યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.