સુરત: દુર્લભ પટેલ આપઘાત કેસમાં પકડથી દૂર ત્રણેય આરોપીઓને લઇને ક્રાઇમબ્રાંચને મળ્યા મહત્વના પુરાવા

કોરોના મહામારીની વચ્ચે ઘણીવાર હત્યાની તેમજ આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ ઓલપાડ તાલુકાની ઘણી સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર સમાજનાં સહકારી આગેવાન તથા સરકારી રોડનાં કોન્ટ્રાક્ટ લેવાની સાથે કવોરી ઉદ્યોગની સાથે જોડાયેલ દુર્લભભાઈએ માંડવી નજીકમાં આવેલ ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી.

એમને રાંદેર PI લક્ષ્મણસિંહ બોડાણા, કુલ 4 પોલીસકર્મી સહિત કુલ 11 લોકોએ કરોડોની જમીન લખી આપવાં માટે ખૂબ દબાણ આપ્યું હતું. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. સુર્યપુર સોસાયટી રાંદેર રોડ ખાતે રહેતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી કુલ 10,218 ચોરસ મીટર જમીન 17/03/’14 નાં રોજ સ્ટાર ગ્રુપનાં માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠી બનાવી હતી.

દુર્લભ પટેલ આપઘાત કેસને લઈ હજુ પણ ત્રણ આરોપીઓ ક્રાઇમબ્રાંચની પકડથી દૂર છે ત્યારે આ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાના પુરાવા મળ્યાં છે. આ અગાઉ કેસને લઇને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાં છે જ્યારે રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલના આપઘાત કેસમાં હજુ ત્રણ આરોપીઓ ક્રાઇમ બ્રાંચની પકડથી દૂર છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને આ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાના પુરાવા મળ્યાં છે.

આ કેસના મુખ્ય ત્રણ આરોપી હેતલ દેસાઇ, કિશોર કોસીયા અને કનૈયા નારોલા વિદેશ ભાગી ગયા હોવાના ક્રાઇમ બ્રાંચને પુરાવા મળ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે ક્રાઇમ બ્રાંચ દ્વારા પુરાવાના આધારે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવશે. આ ત્રણેય આરોપીઓ સમગ્ર ઘટનાના મુખ્ય કૌભાંડી છે. સુરત શહેરના પાટીદાર આગેવાન અને ક્વોરી માલિક દુર્લભભાઇએ પોતાની જમીનને લઇને માનસિક તણાવમાં આવી જતા માંડવી પોલીસની હદમાં આપઘાત કર્યો હતો.

આ 11 લોકો સામે નોંધાયો ગુનો
લક્ષ્મણસિંહ બોડાણા (PI),
કિરણસિંહ (રાઈટર),
રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),

હેતલ દેસાઈ (વેસુ),
ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
કનૈયાલાલ નરોલા (કતારગામ),

કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
વિજય શિંદે,
મુકેશ કુલકર્ણી,

અજય બોપાલા,
રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *