Operation of Surat PCB: સુરત પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.જેના સંદર્ભે પશ્વિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબીની ટીમે( Operation of Surat PCB ) 7 વર્ષ પછી ઝડપી પાડયો છે.આ આરોપીને પકડવા માટે પીસીબીની અલગ અલગ ટિમ બનાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યારે મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબીએ ઝડપી પાડ્યો
પશ્વિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબીની ટીમે 7 વર્ષ પછી ઝડપી પાડયો છે.જયારે પીસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેને બાતમી મળી હતી જે બાતમીને આધારે ટેક્ષટાઇલ માર્કેટના ગેટ પાસેથી સુમિત ઉર્ફે દિપુ શ્રીમનુ વર્મા(ડાંગી)(29)(રહે,ડાક બિલ્ડિંગ,સહારા દરવાજા,મૂળ રહે,ઝાંરખડ)ને પકડી પાડયો હતો.આ આરોપી છેલ્લા 7 વર્ષથી આરોપી રાંચીમાં કેટરીંગનું કામ કરતો હતો.
આ આરોપીએ નકલી ચલણી નોટો મગાવી અન્યને કમિશન પર દેતો હતો
સુમિત પશ્વિમ બંગાળથી નકલી ચલણી નોટો મંગાવી સુરતમાં કમિશન લઈ અન્ય તેના સાગરિતોને આપી દેતો હતો. ટૂંકમાં સુમિત ડીલરની ભૂમિકા ભજવતો હતો. 10 દિવસ પહેલા આરોપી સુમિત વર્મા નોકરી કરવા માટે સુરત આવ્યો અને પીસીબીના હાથે પકડાય ગયો હતો. 86 હજાર રૂપિયાની નકલી ચલણી નોટોમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓ પકડાયા છે.
500ના દર વાળી કુલ રૂપિયા 86000ની નોટો નકલી બનાવી
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ આરોપી રાંચી ખાતે કેટરિંગમાં કામ કરતો હતો.હજુ પંદર દિવસ પહેલા જ સુરતમાં મજૂરી અર્થે આવ્યો હતો.આ ઈસમ અન્ય આરોપી સાથે મળીને બાંગ્લાદેશની બોર્ડર પરથી અન્ય ઇસમના ઘરમાં નકલી ચલણી નોટો છાપી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો.આ ઈસમે 500ના દર વાળી કુલ રૂપિયા 86000ની નોટો નકલી બનાવી ભારતમાં ઘુસાડી હતી.ત્યારે આ આખરે આ ગેરકાયદેસર આરોપીને પીસીબી પોલીસે સાર વર્ષ બાદ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube