રૂપિયાની લાલચમાં વર્ષો જૂનો સંબંધ તોડી નાખતા લોકોને તમે નજરે જોયા હશે. હાલ આવો એક બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરત (Surat) ના કતારગામ (Katargam) ના રહેવાસી અમિતભાઈ ધીરુભાઈ ધીરુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, તેના જ મિત્ર રસિકભાઈ જાડા ખોટી રીતે પૈસા માંગી હેરાન-પરેશાન કરે છે. તમને જણાવી દઈએ કે, હેરાન ગતિથી કંટાળીને અમિતભાઈએ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમિતભાઈ ઓનલાઇનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દીકરો અને એક નાની દીકરી છે. અમિતભાઈના પરિવારમાં નિવૃત્ત માતા-પિતા પણ સાથે રહે છે. આજથી 15 વર્ષ પહેલા જયારે અમિતભાઈ હીરા મજૂરીનું કામ કરતા હતા ત્યારે તેમની મુલાકાત રસિકભાઈ જાડા સાથે થઈ હતી. બંનેનો વધુ પરિચય થતા તેઓ સારા મિત્રો બન્યા હતા અને ઘર જેવા સંબંધો થયા હતા.
એક સમયે અમિતભાઈને પૈસાની જરૂરિયાત પડતા રસિકભાઈ પાસેથી 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે તેઓએ વ્યાજ સહિત તેમને ચૂકવી દીધા હતા. થોડા સમય બાદ સુરતના કીમ ખાતે કારખાનું ખોલવા અમિતભાઈ ફરીથી રસિકભાઈ પાસેથી પૈસા લીધા હતા. જે રૂપિયા પણ વ્યાજ સહિતની રકમ ટુકડે ટુકડે ચૂકવી દીધી હતી. પરંતુ રસિકભાઈ પૈસા ચૂકવવાના બાકી છે કહીને પૈસાની માંગણી કરી હતી.
સંબંધ સાચવી અમિતભાઈએ પોતાના ધંધાની મશીનરી વેચી વ્યાજની અમુક રકમ આપી દીધી હતી. છતાં રસિકભાઈ અવારનવાર વ્યાજના પૈસા બાકી છે કહી પૈસાની માંગણી કરતા હતા. તે પછી પણ રસિકભાઈ તમારા મકાનના કબજાની ફાઈલ તેમના નામે કરવાનું કહેતા વર્ષ 2019 માં પ્લોટની કબજા ની ફાઈલ તેમના નામે કરી દીધી હતી. જેની કિંમત આશરે સવા કરોડ રૂપિયા હતી.
તેમ છતાં રસિકભાઇ યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હતા. નથી કંટાળીને અમિતભાઈએ ઘરમાં એકલતાનો લાભ લઇ અનાજમાં નાખવાનો પાવડર પી ગયા હતા. દવા પીધા બાદ તેમના પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે સારવાર બાદ તેમનો જીવ બચી ગયો હતો. છેવટે કંટાળીને અમિતભાઈએ રસિકભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પરિવારજનો સાથે ન્યાયની આશાએ બેઠા છે. અગાઉ આ વ્યાજ્ખોરના ત્રાસથી કંટાળી ફરિયાદી આપઘાત કરવાનો પ્રયાસ પણ કરી ચુક્યા છે, અને હાલમાં આ ધાક ધમકીઓ આપનાર રસિક જાડાની ધરપકડ કરવામાં ચોક બજાર પોલીસને રાજકીય ભલામણો નડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.