સુરત પોલીસ (Surat Police) ને નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડવામાં ખૂબ મોટી સફળતાની પ્રાપ્તિ થઇ છે. ચેન્નાઈ (Chennai) ખાતેથી નોટ છાપવાનું એક કારખાનું સુરત SOG દ્વારા ઝડપી પાડ્યું છે. નકલી નોટ (Counterfeit note) છાપતા મુખ્ય આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પોલીસને તેની પાસેથી 7 લાખ રૂપિયાની ભારતીય ચલણી નકલી નોટો પણ મળી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ આરોપીએ અત્યાર સુધીમાં 2 કરોડ 12 લાખ 38 હજાર રૂપિયાની નકલી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી છે.
એક જાગૃત નાગરિક દ્વારા સુરતના અમરોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી કે, શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરે છે. પોલીસને માહિતી મળ્યા બાદ શાંતિલાલ મેવાડા અને વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરી છે. ત્યાર બાદ વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ બેંગ્લોરમાં રહે છે અને પોલીસે તેની પણ ધરપકડ કરી છે અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે
ત્યારબાદ સુરત પોલીસ દ્વારા માઈકલ નામના આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, માઈકલ શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો. તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સુર્યા સેલવા રાજ નામના વ્યક્તિ પાસેથી લેતો હતો.
સુરત SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને મળેલી માહિતીને આધારે ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીના ઘરેથી 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ સાથેજ કટર મશીન ત્રણ, ત્રણ કલર પ્રિન્ટર, લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ 70 નંગ અને 20 નંગ ચાઇના કાગળનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
જયારે પોલીસે આરોપી સૂર્ય સાથે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, વર્ષ તે 2016-17માં શેર બજારમાં કામ કરતો હતો. શેર બજારમાં નુકસાન થયું હતું અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેને આ રસ્તો અપનાવ્યો હતો. આરોપી સૂર્ય દ્વારા થ્રીડી એનિમેશનનો કોર્સ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને નોટ બનાવવાનો વિચાર આવ્યો.
ત્યાર બાદ ઇન્ટરનેટના માધ્યમથી અલગ-અલગ વિગતો સર્ચ કરીને નોટ બનાવવાનું તે શીખ્યો હતો. આરોપી સૂર્યએ 2022માં રાઈટ વે કેપિટલ નામની એક કંપની સ્થાપી હતી અને ગ્રાહકો સાથે તે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરતો હતો તેનો કાગળ નકલી ચલણી નોટ બનાવવા માટે યોગ્ય લાગ્યો અને ત્યારબાદ 2022માં નોટ બનાવવાનું શરૂ કર્યું.
ઓગસ્ટ 2022માં આરોપીએ નોટ બનાવવા માટે સાધન સામગ્રીની ખરીદી કરી હતી અને તેને પોતાના ઘરે જ નકલી નોટ છાપવાનુંન કામ શરૂ કર્યું હતું. પ્રથમ પ્રયાસજ તે નકલી નોટ છાપવામાં સફળ થયો હતો. ત્યાર બાદ તેણે ઇન્ટરનેટના માધ્યમથી બિહાર રાજ્યનો એક વ્યક્તિને તેના સંપર્કમાં આવ્યો હતો તેની પાસેથી નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ ઓનલાઈનથી મંગાવ્યા હતા. આ નોટો છાપ્યા બાદ તેને તમિલનાડુમાં એક વ્યક્તિને 50,000 રૂપિયાની નકલી નોટો 15 હજાર રૂપિયાના ભાવે આપી હતી.
પોલીસ દ્વારા કરવા આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી માઈકલ દ્વારા ડિસેમ્બર 2022થી આજ દિન સુધીમાં 79 લાખ રૂપિયાની ચલણીનો સુર્યા પાસેથી લેવામાં આવી હતી અને 79 લાખની નકલી નોટના બદલામાં આરોપીએ 15 લાખ રૂપિયા વસુલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સૂર્યા ક્યારેક આ ચલણી નોટો રૂબરૂ તો ક્યારેક કુરિયર કંપનીની મદદથી સહ આરોપીને મોકલતો હતો અને જાન્યુઆરી 2023માં તેને હૈદરાબાદમાં રહેતા એક વ્યક્તિને 52 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.