સુરત પોલીસને મળી મોટી સફળતા- પોલીસની આ કામગીરીથી ગુનાખોરો ગુનો આચરતા પહેલા ૧૦૦૦ વાર વિચારશે

ક્રાઈમ સિટી (Crime City) સુરત (Surat) માં દિવસેને દિવસે ગુનાખોરોનો આતંક વધી રહ્યો છે. જાણે આ લોકોને કોઈનો ડર જ ન હોય તેવી રીતે કોઈ પણ ઘટનાને અંજામ આપી રહ્યા છે. દરરોજ ચોરી, લુંટ, અપહરણ અને હત્યા જેવા કેટલાય બનાવ નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ વધુ સક્રિય બની છે અને ગુનાખોરોને બનાવના ગણતરીના દિવસોમાં જ પકડી પાડી જેલમાં ધકેલી રહી છે. એકતરફ આવા બનાવોથી સુરતની જનતામાં ડરનો માહોલ છવાયો છે ત્યારે સુરત પોલીસને મોટી સફળતા મળી છે.

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરત પોલીસને મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં ડિટેક્ટ કરવામાં સારી એવી સફળતા મળી છે. શહેરમાં ચાલુ વર્ષે મોબાઈલ સ્નેચિંગના ૮૨ ટકા અને વાહન ચોરીના ૫૦ ટકા કેસ શોધી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે, મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાએ પણ વેગ પકડ્યો છે. ત્યારે સામાન્ય જનતાને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. પરંતુ ગત વર્ષની સરખામણી કરીએ તો આ ચાલુ વર્ષે સુરત પોલીસની કામગીરી ઘણી પ્રશંસનીય સાબિત થઇ છે.

વર્ષ ૨૦૨૧ માં સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના કુલ ૨૨૦ ગુના નોંધાયા હતા. જેમાંથી ૧૬૯ ગુના પોલીસે શોધી કાઢ્યા હતા. એટલે કે ૭૦ ટકા કેસ શોધાયા હતા. જ્યારે વાહન ચોરીના કુલ ૮૭૫ ગુના દાખલ થયા હતા જેમાંથી ૪૯૦ એટલે કે ૫૬ ટકા ગુના નોંધાયા હતા.

વર્ષ ૨૦૨૨ ની વાત કરીએ તો જૂન મહિના સુધીમાં મોબાઈલ સ્નેચિંગના ૮૩ ગુના નોંધાયા છે. જેમાંથી ૬૮ ગુના પોલીસે શોધી કાઢ્યા હતા. અને વાહન ચોરીના ૫૧૦ ગુના નોંધાયા હતા. જેની સામે ૨૫૫ ગુના એટલે કે ૫૦ ટકા કેસ પોલીસે શોધી કાઢ્યા છે. ચાલુ વર્ષે ગત વર્ષના પણ ઘણા કેસ શોધવામાં પોલીસને સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *