સુરત(ગુજરાત): હાલમાં જ સુરત(Surat)ની એક લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસે દાગીના સાથે રફુચક્કર થઈ ગઈ હતી. જે બાદમાં ગીર-સોમનાથ(Gir-Somnath)ના એક યુવાને આપઘાત(Suicide) કરી લીધો હોવાનુ સામે આવ્યું છે. દુલ્હને યુવાન પાસેથી 1.52 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ સુરત પોલીસ(Surat police) દ્વારા દુલ્હન વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપી યુવતીને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા હવે યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે સુરત પોલીસને માહિતી મળી હતી, ફેબ્રુઆરી 2019માં ગીર સોમનાથના એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલી એક વોન્ટેડ મહિલા સુરતમાં હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ સુરત વોન્ટેડ મહિલા હસીના ઉર્ફે માયાની સિંધીવાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હસીના ઉર્ફે માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળી ફેબ્રુઆરી 2019માં ગીર સોમનાથના ઉનાના ગરાળના પિતા-પુત્ર ભાણાભાઈ અમરાભાઈ પુરાણી, જીતુભાઈ સાથે મળી ઉનાના આમોદ્રા ગામના યુવાનને પોતાની માયાજાળમાં ફસાવીને 1.52 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા.
લગ્નના ત્રીજા જ દિવસે યોજના મુજબ યુવતી પહેરેલા દાગીના સાથે ભાગી ગઈ હતી. આથી ભોગ બનેલા યુવાને ભાણાભાઈ અને તેમના પુત્ર જીતુને વાત કરી હતી. આ દરમિયાન, ભાગી ગયેલી પત્ની બાબતે લોકોએ મ્હેણાં-ટોણાં મારતા યુવાને આઘાતમાં આવીને ઘરે જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, આ અંગે ઉના પોલીસ સ્ટેશનમા લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધાતા પોલીસ દ્વારા પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હસીના ઉર્ફે માયા અને તેની બહેન ફરાર થઈ ગઈ હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરેલી મહિલાના સુરતમાં લગ્ન થયા હતા અને વર્ષ 2015માં છૂટાછેડા લીધા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.