આજકાલ પોલીસ સતત શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડીને બુટલેગરો તેમજ જુગારીઓને ઝડપી પડે છે. આ દરમિયાન સોમવારે વરાછા, કાપોદ્રા, સરથાણા, અમરોલી, કતારગામ, પુણા, સીંગણપોર અને ગોડાદરાના 33 જેટલા સ્થળો ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આઠ મહિલા સહિત કુલ 249 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા જુગારીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 20.88 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સુરતમાં ભીમ અગિયારસ હોવાને લઈને આ દિવસે જુગાર રમતા અનેક લોકોને પોલીસ દ્વારા ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, સુરતના વરાછા પોલીસ સર્વલન્સ સ્ટાફના માણસો દ્વારા ગઈકાલે દિવસ દરમિયાન બાતમીના આધારે ઠેરઠેર રમાતા જુગારના સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. જેમાં બોમ્બે કોલોની સંતકૃપા એપાર્ટમેન્ટના ધાબા પરથી 6, મોહનકાકાની ચાલમાંથી 9, જગદીશનગરમાંથી 8, લાલબાવાના અખાડા પાસેથી 12 મળી કુલ 35 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 1,21,775નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
કાપોદ્રા પોલીસ દ્વારા શક્તિવિજય સોસાયટી સુંદરમ ઍપાર્ટમેન્ટમાં આવેલ ઓફિસમાંથી જુગાર રમતા હીરા વેપારી, કોન્ટ્રાકટર સહિત 7ને ઝડપી પાડી 3,34,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે હિરાબાગ સરદાર ડાયમંડ બિલ્ડિંગના ખાતામાંથી 7ને ઝડપી પાડી તેમની પાસેથી 31,610નો અને હિરાબાગ સર્કલ આનંદનગર સોસાયટીના મકાનમાંથી 8 જણાને પકડી પાડી રૂપિયા 1,04,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરથાણા પોલીસ દ્વારા પ્રમુખછાયા સોસાયટીના મકાનના ધાબા ઉપરના પતરાવાળા રૂમમાંથી 6, દેવીદર્શન સોસાયટીના મકાન નં-45માંથી 8, મકાન નં-46માંથી 4, ભુરખીયાધામ સોસાયટીના મકાન નં-27માંથી 8, યોગીનગર વિભાગ-2ના મકાન નં-129ના રૂમમાંથી 6, મકાન નં-128માંથી 7, પાસોદરા ગામ ઓમ ટાઉનશિપ વિભાગ-5 મકાન- 103માંથી 8 મહિલા, સીમાડાનહેરમાંથી કાર લે-વેચના ધંધા સાથે સંકળાયેલા 12, સરથાણા યોગીચોક ભાવના પાર્ક સોસાયટીના મકાન નં-17માંથી 9 મળી કુલ 68 જુગારીઓને પોલીસ દ્વારા ઝડપી પાડી કુલ રૂપિયા 5,02,950નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ચોકબજાર પોલીસ દ્વારા હરીઓમ સોસાયટી શ્રી ખોડલ નૈયના ઍપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 9, વેડરોડ નાની બહુચરાજી પંડોળ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં-160-161માં ત્રીજા માળ ઉપરથી 6 અને વેડરોડ મંગલગ્રુપ સોસાયટી બાલાજડી કોમ્પ્લેક્ષના ફ્લેટ નં-201માંથી 9 અને વેડરોડ અખંડ આનંદ સ્કુલની સામે ત્રિકોલનગર સોસાયટીના ઘર નં-245 માંથી 6 કુલ 30 જુગારીઓ પાસેથી 3,04,100નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગોડાદરા પોલીસેમાં ખોડિયાર રેસિડેન્સીમાંથી 21 જણાને ઝડપી પાડી તેમની પાસેથી 1,61,390નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુણા પોલીસ દ્વારા પુણાગામ શિવાજીનગર સોસાયટીના મકાન નં-29ના ઓટલા ઉપરથી સાત જણાને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 61,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉપરાંત કતારગામ પોલીસ દ્વારા નંદનવન સોસાયટી ઘર નં-325ના ત્રીજા માળે અગાસી ઉપરથી 5 અને જેરામમોરારની વાડી શ્રી હરિ બિલ્ડિંગની બાજુમાં આવેલ મકાન નં-બી-67ના ધાબા ઉપરથી 11 જણા મળી કુલ 16 જુગારીઓપાસેથી રૂપિયા 92,860નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તેમજ સીંગણપોર-ડભોલી પોલીસ દ્વારા યમુનાપાર્ક સોસાયટીમાંથી 4 અને વેડરોડ રાધાસ્વામી સોસાયટીમાંથી 4 મળી કુલ 8 જુગારીઓ પાસેથી રૂપિયા 23,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે અમરોલી પોલીસ દ્વારા મોટા વરાછા પ્રમુખપાર્ક રો હાઉસમાંથી 8, અમરોલી ગુ.હા,બોર્ડમાંથી 17, મોટા વરાચા ઓમકાર રેસીડેન્સના ધાબા ઉપરથી 11 અને મોટા વરાછા હંસ સોસાયટી સામે શ્યામ ડોર લેમીનેટેડ નામના ગોડાઉનની ઓફિસમાંથી 6 મળી કુલ 42 જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 3,41,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.