હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં ફરીવાર એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાન ચોથા માળની છત પર ઊભો રહી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પુણા પોલીસ મથકના પીઆઇ તથા તેમના પીએસઆઇ દોરડા વડે ચોથા માળ સુધી પહોંચ્યા હતા અને આ યુવાનને આત્મહત્યા કરવાંથી રોક્યો હતો. યુવાન રાજસ્થાનમાં એક શખ્સને મારીને ભાગી છૂટ્યો હતો. તેની વિરુદ્ધ કલમ 307 મુજબ ગુનો પણ નોંધાયેલો છે. ત્યારે યુવાનને બીક હતી કે, પોલીસ તેને પકડી લેશે. જેને કારણે યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોનું ટોળું જોઈ યુવક ગભરાયો
એક યુવાનને છતના ભાગે ઉભેલો જોઇને સ્થાનિક રહેવાસીઓ ત્યાં દોડી ગયા હતા. યુવક આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન સ્થાનિક લોકો એપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતા. લોકોનું ટોળું જોઈ યુવક પણ ગભરાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનાં પી.આઇ તથા પી.એસ.આઇ ટીમ સાથે ઘટના સ્થળે પહોચી ગયાં હતાં.
પોલીસે યુવકને જીવ સટોસટનો ખેલ ખેલીને બચાવ્યો
સ્થાનિક લોકોએ પહેલા યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે માન્યો ન હતો. ત્યારે પોલીસની ટીમે આવીને યુવકને આત્મહત્યા ન કરવા માટે અપીલ કરી હતી. જોકે યુવાન સમજ્યો જ નહી. ત્યારબાદ પુણા પોલીસ મથકના પીઆઇ ગડરીયા તથા તેમના પી.એસ.આઇ ઉપરના માળ તરફ ગયા હતા અને દોરડાથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એક બાજુ યુવકને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવ્યો હતો. તો બીજી બાજુ અન્ય પોલીસ કર્મચારીએ યુવકને પકડીને તેનો જીવ બચાવી લીધો હતો.
રાજસ્થાનમાં મારામારી કરીને યુવક સુરત આવ્યો હતો
યુવકની જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનું નામ મનોહર રાઠોડ હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, ચાર માસ પહેલા તેને પોતાના વતનમાં એક યુવક સાથે ઝગડો થયો હતો. અંગત અદાવતમાં તેના મિત્રો સાથે મળીને તેણે એ યુવકને લોખંડની ગડરથી માર માર્યો હતો. જે બનાવમાં મનોહર તથા તેના મિત્રો વિરુદ્ધ કલમ 307 મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. હાલ પોલીસ તેની શોધ કરી રહી છે. મનોહરને ક્યાંક ને ક્યાંક એવી બીક હતી કે પોલીસ તેને પકડી લેશે. આ બીકે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle