હાલના સમયમાં જન્મ દિવસની ઉજવણી મોટા પાયે કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. સુરત શહેરમાં પણ મોટા ભાગે જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરવાની ફેશન છે તે સમયે જ આ ફેશનમાં વધારે એક જન્મદિવસની ઊજવણી કરતા વિવાદ થયો છે. સુરત શહેરનાં રાજકીય આગેવાનોએ દેશનાં રાષ્ટ્રધ્વજની થીમ કેક લાવ્યા અને તેનું કટીંગ કરીને જન્મ દિવસ ઉજાણી કરી. જેનો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં પર ખુબ જ વાઇરલ થતા વિવાદ સર્જાયો છે.
આ કેક એમણે તેનાં કોઈ મિત્રનાં જન્મદિવસની શુભેચ્છાઓ આપતી તસવીરમાં મૂુકી છે તે સમયે વિવાદ સર્જાયો છે. જોકે, આ કેક એમનાં જન્મદિવસની છે કે, મિત્રનાં જન્મદિવસની તે વિશે હજુ કઈ સ્પષ્ટ થયું નથી પણ સોશિયલ મીડિયામાં આ કેકનાં ફોટા વાયરલ થઈ છે. સુરત શહેર દેશનું સૌથી વિકસિત શહેર ગણાય છે, વિકાસ એટલી હદે વધી ગયો છે કે, અહીં કાયદાનાં નિયમોનું પાલન પણ થતું નથી તેમજ લોકો કાયદાનાં લીલેલીરાં ઉડાવતા હોય છે.
સુરત શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનર જાહેરનામાનાં ભંગની સાથે અત્યારે ચાલી રહેલી કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતો દેખાયો છે, પણ એક રાજકીય આગેવાન દ્વારા તો તેનાં જન્મ દિવસની ઉજાણી કરતા વિવાદ સર્જાયો છે. આ રાજકીય આગેવાન દ્વારા તેનાં જન્મદિવસે એક કેક તૈયાર કરાવવામાં આવી હતી.
કેક ભારત દેશનાં રાષ્ટ્રધ્વજ વાળી બનાવી છે. કેકમાં રાષ્ટ્રધ્વજ તો બનાવ્યો હતો પણ એમાં પણ તેમાં અશોકચક્ર પણ ડિઝાઇન કરાવ્યું હતું. આવી કેક એટલે કે રાષ્ટધ્વજ કાપીને તેનાં જન્મદિવસની ઉજાણી કરી હતી. આ ખાસ મહાશય અજિત સિંગ રાજપૂત આમતો BJPનાં યુવા મોરચાની સાથે જોડાયેલ છે. ગુજરાત રાજ્યનાં પ્રદેશ પ્રમુખની સાથે એમનાં ઘણા ફોટા પણ સોશિયલ મીડિયામાં દેખાયા છે.
તે સમયે આ રાજકીય આગેવાન એ ભૂલી ગયા છે કે, રાષ્ટધ્વજનો આ પ્રકારેનો ઉપયોગ કરવો એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે તે સમયે પોલીસ દ્વારા આ બનાવમાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યુ. ફોટામાં લખવામાં આવ્યું છે કે, આદરણીય ભાઈ રાબિન્દુ કુમારજીનાં જન્મદિવસનાં શુભ અવસરે હાર્દિક શુભકામનાઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle