સુરત/ રત્ન કલાકારને દેવું થતા ચેન સ્નેચિંગના રવાડે ચઢ્યો- ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડ

Surat Chain Snatching: ડાયમંડ સિટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોઈ તેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોઈ છે. ત્યારે વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન(Surat Chain Snatching), મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમબ્રાન્ચની ટીમએ કરી આરોપીની ધરપકડ
સુરતમાં હાલમાં હીરા ઇન્ડસ્ટ્રી પર મંદીના વાદળો છવાયા છે.હીરાના ધંધા સાથે સંકળાયેલા લોકોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે.ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સીંગણપોર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગન કરી હતી. જે અંગેનો ગુનો સીંગણપોર પોલીસ ચોપડે નોંધાયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે મોપેડની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઇ પટેલની નાનપુરા માછીવાડ ખાતેથી કરવામાં આવી છે.

રત્નકલાકાર બેરોજગાર થતા આ ઘટનાને અંજામ આપ્યો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, દિવાળી બાદ હીરા કારખાનામાં ચાલતી મંદીના કારણે કામ છૂટી જતા રત્ન કલાકાર બેકાર બન્યો હતો. પરિણામે માથે દેવું થઈ જતા અને રત્ન કલાકારે ઘરખર્ચ કાઢવા ચેન સ્નેચિંગનો માર્ગ અપનાવ્યો હતો.આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન, મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ મહિલાઓ અશકત હોવાથી સૌથી વધારે ટાર્ગેટ કરાય છે
ચેઇન સ્નેચિંગ હોય કે મોબાઇલ સ્નેચિંગ. દરેક કેસોમાં આરોપીઓ સૌથી વધુ વૃદ્ધોને ટાર્ગેટ કરતા હોય છે. સ્નેચિંગ બાદ વૃદ્ધો જોરથી બૂમાબૂમ કરી શકતા નથી. કે દોડવામાં અસક્ષમ હોય છે.