ગુજરાતમાંથી અવાર-નવાર સોશિયલ મીડિયામાં બીભત્સ ફોટો કે વિડીયો મુકનાર ઇસમની ધરપકડ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફેક એકાઉન્ટ બનાવી પોતાના ફોલોવર વધારવા માટે એક વર્ષ પહેલાં ફેસબુક (Facebook) પરથી યુવતીના ફોટા (Photos) ડાઉન લોડ કરી બિભત્સ લખાણ કરી ફરી વખત ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ઉપર ફોટા અપલોડ કર્યા હતા.
જે યુવતીના ફોટા મૂકવામાં આવ્યા હતા તે યુવતીની બદનામી થવા લાગતા આ સમગ્ર ઘટના વિશે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં (Social Media) એક યુવકતી ના નામે બોગસ એકાઉન્ટ બનાવી તેના ફોટા સાથે બિભત્સ લખાણ કરી તેને ફરતા કરતા જેના ફોટા હતા તે વ્યક્તિ બદનામી થતી હોવાને લઇને આ યુવકતી દ્વારા આ મામલે સુરત સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધવામાં આવી હતી.
યુવતીના ફેસબુક એકાઉન્ટ પરથી ફોટો ધુવેશ ઉર્ફે નામના યુવકે ડાઉન લોડ કરી તેના નામનું ફેક એકાઉડ બનાવી તેના ફોટા અપલોડ કર્યા હતા જોકે, આ ફરિયાદ ના આધારે આ યુવકતી દ્વારા આ મામલે સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ કરતા પોલીસે અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના હનુમાનપુર ગામના વતની અને હાલમાં સુરત ના ધરમનગર સોસાયટી નજીક આવેલ, સુર્યનગર સોસાયટીની સામે , ધરમયોક , એ.કે.રોડ , વરાછા , ખાતે રહેતા અને હીરા મજૂરી કામ કરતા ધુવેશ ઉર્ફે કાનો વિનુભાઇ સભાયા પોલીસે અટકાયત કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા આ યુવાને પોતે એક વર્ષ પહેલાં તેના ફેસબુક એકાઉન્ટમાં રેન્ડમલી એક વ્યક્તિના ફેસબુક એકાઉન્ટનું સર્ચ કરી તેમાથી વ્યક્તિ દ્વારા અપલોડ કરેલ ફોટોગ્રાફ ડાઉનલોડ કર્યા હતા. આ ફોટાને પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા માટે ઇન્સ્ટાગ્રામમાં બોગસ નામના ફેક એકાઉન્ટ બનાવી તેમા આ યુવક્તિના ફેસબુકમાંથી ડાઉનલોડ કરેલ ફોટોગ્રાફ પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યું હોવાનું યુવકે કબૂલાત કરી છે. જેના આધારે પોલીસે આ મામલે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle