તાજેતરમાં સુરતમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 21 દિવસ પહેલાં એક પત્નીએ આપઘાત કરી લીધો હતો જેને લઈને પતિ બાળક સાથે વતન જઈને તેની અંતિમ ક્રિયા કરીને 4 દિવસ પહેલાં જ પરત આવ્યો હતો. ગઈકાલે આ દુ:ખી પતિને છતીમાં દુઃખાવો થતા પતિનું પણ કરુંણ મોત હતું. કુદરતની ક્રૂર થપાટના કારણે ફક્ત છ મહિનાનું બાળક નોધારુ બન્યું છે. આ 6 મહિનાના બાળકે માતા પિતાની છત્રછ્યા ગુમાવાનો વારો આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, મૂળ રાજસ્થાનના વતની અને સુરતના કામરેજ ખાતે માકણા ગામે રહેતા અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. જોકે, આજથી દોઢ વર્ષ પહેલાં સમાજની યુવતી સાથે જ અશોકના લગન થયા હતા. અશોકને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર છે જેની ઉંમર હજી માત્ર 6 મહિનાની જ છે. આજથી 21 દિવસ પહેલાં અશોક અને તેની પત્નીને ઝઘડો થયો હતો જોને લઈને પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી.
જેથી અશોકને પત્નીના આપઘાતનો જોરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવમુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા. જોકે, પત્નીની મરણ ક્રિયા કરી ચાર દિવસ પહેલાં પતિ સુરત પરત આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે અચાનક અશોકને છાતીમાં દુ:ખાવો ઊપડતાં બૂમાબૂમ કરી હતી. જેથી પાડોશમાં રહેતા પરિવાર દ્વારા અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ અંગે સમાજના લોકોને જાણ કરતાં આખો સમાજ પણ ત્યાં દોડી આવ્યો હતો. આ દરમિયાન અશોકના શ્વાસ રુંધાય ગયા હતા. જાણવા મળ્યું છે કે, એકલવાયું જીવન બની જતાં તેણે માસૂમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવી ગયો હતો.
જોકે, અચાનક અશોકનું મોત થતા તેના 6 મહિનાનું બાળક નોધારું બન્યું હતું. પહેલા પુત્રવધુ અને બાદમાં પુત્રના મોતને લઈને સમગ્ર પારિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે, પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.