સુરત શહેરનમાં એક જ મહિના માં ઘણા કેસો દુષ્કર્મ ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હજુ એક એવો જ બનાવ અમરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં રહેતી એક સગીરાને યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપીને પોતાના મામાના ઘરે ભગાડી ગયો હતો. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા સુરત આવીને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવારને પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને તેના ઘર નજીક રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે આ યુવક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને સુરતથી ભગાડી ગયો હતો. સગીરાને સુરતથી ભગાડીને એમપીમાં રહેતા તેના મામાના ઘરે લઇ ગયો હતો.
સગીરાને પ્રેમ સંબંધ અને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ યુવાને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જયારે સગીરા યુવક સાથે સુરત પરત ફરી હતી ત્યારે પોતાના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ થતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.