Surat Sarthana Police: સુરત પોલીસ (Surat Police) ની દરિયાદિલીએ ફરીએક વખત દરેકના દિલ જીત્યા છે. તમે જાણતા હશો કે, આજકાલ ગુજરાતમાં આપઘાત (Suicide Gujarat) ની સંખ્યા ખૂબ વધી રહી છે. ત્યારે સુરતના સરથાણા (Sarthana) વિસ્તારમાં એક પિતાએ છ વર્ષની બાળકીને નોંધારી મૂકી આપઘાત કરી લીધો હતો. માનવતાનું ઉત્તમ ઉદાહરણ બનીને સુરત પોલીસે આ નોંધારી બાળકીને સાચવી અને માસુમના હાથે પિતાના અંતિમ સંસ્કાર પણ કરાવ્યા.
મિત્રો કહેવાય છે ને કે, માટલી ટુટે તો ઠીકરી નકામી… પરંતુ માતા જતી રહે તો દીકરી માટે સમગ્ર સંસાર સુનો પડી જાય છે. પરંતુ જ્યારે એક પિતા દીકરી માટે આકાશ સમાન હોય છે. ત્યારે સુરતના સરથાણા માં આવું જ કંઈક સામે આવ્યું છે. છ વર્ષની બાળકી કોરોના માં માતાની છત્ર છાયા ગુમાવી, અને અત્યારે પિતાએ પણ ગળાફાંસો ખાય આખા કરી લીધો. જેને લઈને 6 વર્ષની બાળકી નિરાધાર થઈ છે.
ખુશીની વાત તો એ છે કે, નિરાધાર થયેલી આ છ વર્ષની દીકરીનો પરિવાર પોલીસ બનીને ઊભો થયો છે. સરથાણા પોલીસે દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવી માસુમના હાથે જ પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગઈકાલે પુણા સારોલી બીઆરટીએસ જંકશન વચ્ચે આવેલી નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. વહેલી સવારે ચાલવા નીકળેલા લોકોએ આ દ્રશ્ય જોઈને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના કરુણ દ્રશ્યો તો એ હતા કે, એક બાજુ લાશ લટકતી હતી અને તેની બાજુમાં એક બાળકી રડી રહી હતી. આ બાળકીની ઉંમર માત્ર છ વર્ષની છે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસને આ છ વર્ષીય બાળકીઓ જણાવ્યું હતું કે, મારું નામ નેન્સી છે અને ઝાડ સાથે જે લટકી રહ્યા છે તે મારા પિતા ધર્મેન્દ્ર રાઠોડ (ઉંમર 40) છે. ત્યારબાદ નેન્સીએ જે કીધું તે સાંભળીને ત્યાં હાજર દરેક લોકો આઘાત પામ્યા હતા.
સરથાણા પોલીસે નિભાવી પરિવારની જવાબદારી
તમને જણાવી દઈએ કે, પિતાના આપઘાતથી નિરાધાર થયેલી આ છ વર્ષે બાળકીના પરિવારમાં કોઈ નથી. જેના કારણે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો આમાં સુનો પરિવાર બની ગયો હતો. નોંધારી થયેલી આ દીકરીની તમામ જવાબદારી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાલ ઉઠાવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું, અમે આ બાળકીના શિક્ષણની પણ દરેક જવાબદારી ઉઠાવશું. આટલું જ નહીં પરિવાર બનેલા પોલીસે દીકરીના હાથે જ પિતાના અંતિમ સંસ્કાર કરવી પિતાને અગ્નિદાહ અપાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.