ગુજરાત(gujarat): હરિધામ સોખડા મંદિરમાં ગાડીપતીના વહિવટના વિવાદ બાદ સોખડાથી 21 તારીખે પ્રબોધસ્વામી અને તેમના સમર્થકો સાધુ-સાધ્વીઓ પોલીસના રક્ષણ હેઠળ હરિધામ છોડી સામાન સાથે બહાર નિકળ્યા હતા. આ દરમિયાન પ્રભુ સ્વામી પર તેમના સેવક દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યો છે. અને તેમને કહ્યું કે અનેક વાર તેમણે મારા સાથે અપ્રાકૃતિક સબંધો બાંધ્યા છે અને યુવકને હવસનો શિકાર બનાવ્યો હતો.
31 માર્ચ ના રોજ આ યુવક પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી કરી હતી તેમજ આ યુવક 22 જુલાઈ 2013માં હરિધામ આશ્રમ ટ્રસ્ટ સેવક તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ તે દરમ્યાન જ્ઞાન સ્વરૂપ સ્વામી સાધુ સરળ જીવન સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી હરિધામ સચિન જયંતિ નો વિરોધ કરતાં આ યુવકને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
યુવકે સ્વામીના રાજ ખોલતા જણાવ્યું કે, સરલજીવન સાધુનું છેલ્લા કેટલાક સમયથી કામરેજમાં રહેતી એક મહિલા સાથે અફેયર ચાલી રહ્યું છે. આ વાતની જાણ યુવકને થતા સ્વામીએ તેને ખૂબ જ હેરાન કરવા લાગ્યા હતા તેમજ અપ્રાકૃતિક સેક્સ કરી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કેસ થયા બાદ ઘટના સ્થળ ઉપર ખૂબ જ તંગી નું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ આ યુવકની સાધુને માલિશ કરવાની અને સવારે સાંજે નવડાવવાની જવાબદારી આપવામાં આવી હતી.
આવી ઘટનાથી પરેશાન થઈને યુવકે જિલ્લા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પ્રેમ સ્વામી જ્ઞાન, સ્વરૂપ સ્વામી, તેમજ સરળજીવન સ્વામી અને ત્યાગસ્વામી વિરોધ કર્યો હતો પરંતુ તેનો પાસપોર્ટ જપ્ત કરીને તેને ત્યાંથી કાઢી દેવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો તેમજ બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી દેવામાં આવી છે અને સાધુ ના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતાં મોબાઇલ બંધ બોલે છે. પોલીસ સ્ટેશનમાં બંને યુવકોને શુક્રવારના દિવસે બોલાવવામાં આવ્યા હતા તેમજ તેમના સાચે જ થયેલ શારીરિક શોષણ વિશે તેમને પોલીસ અધિકારીઓને જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.