સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર પર પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ- જુઓ CCTV વિડીયો

સુરત(ગુજરાત): તાજેતરમાં શહેરના છેવાડે આવેલા સચિન જીઆઇડીસી વિસ્તારના નજીકના દિપલી ગામમાં કરવામાં આવેલા હરીશભાઇ નામના યુવકની ગાડીને પેટ્રોલ નાખીને મોડી રાત્રે સળગાવવાની ઘટના સામે આવી છે જેમાં હરીશભાઇનો ક્રિકેટ રમવા બાબતે યુવક સાથે થયેલ ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને તે યુવાન અને તેના પુત્રએ પેટ્રોલ છાટ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતાં સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જ્યારે વાયરલ વીડિયોના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુરતના છેવાડે આવેલા સચિન જીઆઇડીસીના કાંઠા વિસ્તારમાં આવેલું દીપલી નામનું એક ગામ છે. આ ગામમાં ગઈકાલે મોડી રાત્રે હરીશભાઇ નામના યુવકની સ્કોડા કાર ગાડી પડી હતી ત્યારે મોડી રાત્રે બે વ્યક્તિઓ આવ્યા અને ગાડી પર પેટ્રોલ નાખી ગાડીને સળગાવી નાખવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, હરીશભાઇનો એક મહિના પહેલા જ મહોલ્લામાં રહેતા ગિરીશ નામના યુવક સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. તે સમયે હરીશભાઇ અને ગીરીશભાઈ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ગિરીશ અને તેના પુત્રએ આ ગાડી સળગાવી નાખવાના આવીશ ભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો.

બે શખ્સોએ પટ્રોલ રાખી ગાડીને સળગાવે છે તે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જેના આધારે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે જ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

બંને પક્ષ અને પિયુષભાઇને છેલ્લા એક મહિનાથી નાની-મોટી બાબતે માથાકૂટ ચાલતી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ગીરીશભાઈના પુત્રએ ગાડી સળગાવી નાખવાના હરીશભાઇ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખીય છે કે, આ કાર સળગાવવા આવેલા શખ્સોએ ઉતાવળમાં જેટલું પેટ્રોલ છાંટ્યું તેમાં થોડીવાર સુધી કાર સળગી હતી અને બાદમાં માલિક જાગી જતા તેમણે કારની આગને ઓલવી નાખી હતી. પરંતુ, તેમના આવતા પહેલાં જો આગ પેટ્રોલ ટેંક સુધી પહોંચી ગઈ હોત તો આ કારમાં બ્લાસ્ટ થવાની પણ શક્યતા હતી અથવા તો મોટી હોનારત પણ સર્જાઈ હોત. પરંતુ, સદનસીબે સતર્કતાથી આ મામલો આટલેથી જ અટકી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *