સમગ્ર દેશમાં કોરોનાનો આંતક ફેલાયો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળે છે. આ કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ ચુક્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા સરકાર દ્વારા આગામી દિવસોમાં વેક્સીનેશનની પ્રકિયા શરુ કરવામાં આવશે. ત્યારે સુરત શહેરમાં 18 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને ઝોન મુજબ રસીકરણ કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી 15 દિવસમાં સરકારની ગાઈડલાઈન મુજબ 18 વર્ષની ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. આ માટે તમામ 18 વર્ષથી વધુ લોકોને રજીસ્ટ્રેશન કરાવવા સુરત મહાનગર પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન થયા બાદ ક્યાં વિસ્તારમાં કેવી રીતે વેક્સિન આપવી તેમના વિશે ચર્ચા કરીને વેક્સીનેશનનું આયોજન કરવામાં આવશે. તો ચાલો જાણીએ સુરત ક્યાં વિસ્તારમાં 18 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને રસીકરણ કરવામાં આવશે.
હાલ ગુજરાત સરકાર પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી સરકારે કહ્યું છે કે આગામી સંભવિત 15 કે 20 દિવસમાં ઝોન મુજબ આપવામાં આવેલ તમામ સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવશે. આ રસીકરણ માટે 18 વર્ષથી વધુની વયના લોકોને રજીસ્ટ્રેશન કરાવવું ફરીજીયાત છે. સંભાવના આ તમામ સ્થળ પર આગામી 15 દિવસમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા નીચે જણાવવામાં આવેલ સેન્ટરો પર કોવીશિલ્ડ અને કોવેક્સીન રસીના ડોઝ આપવામાં આવશે.
- સેન્ટ્રલ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – રૂસ્તમપુરા કમ્યુનીટી હોલ
કોવેક્સીન રસીકરણ સેન્ટર – સોનીફળિયા શહેરી આરોગ્ય કેન્દ્ર, બી.પી. શહેરી આરોગ્ય કેન્દ્ર
- નોર્થ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) કતારગામ શહેરી આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) SMC પાર્ટી પ્લોટ વી.આઈ.પી. સર્કલ ઉત્રાણ, 2) નાની બહુચરાજી વોર્ડ ઓફીસ મિલ પાસે વેડરોડ
- ઇસ્ટ ઝોન-એ :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) મગોબ શહેરી આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) નગર પ્રાથમિક શાળા નંબર-69/71 બોમ્બે માર્કેટ પાસે, 2) નગર પ્રાથમિક શાળા નંબર-59 ઘનશ્યામ નગર લંબે હનુમાન રોડ
- ઇસ્ટ ઝોન-બી :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) સરથાણા શહેરી આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) નગર પ્રાથમિક શાળા નંબર-309 મોટા વરાછા, 2) સમ્રાટ અશોક શાળા સરથાણા
- સાઉથ ઇસ્ટ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) ગોડાદરા શહેરી આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) પરવત શહેરી આરોગ્ય કેન્દ્ર, 2) ન્યુ ડીંડોલી શહેરી આરોગ્ય કેન્દ્ર
- સાઉથ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) હરીનગર કોમ્યુનીટી હોલ
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) શ્રી મહાવીર ચિકિત્સાલય ઉધના ત્રણ રસ્તા, 2) લક્ષ્મીપતિ મિલ પાંડેસરા GIDC
- સાઉથ વેસ્ટ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) ઉમરા શહેરી આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) નાગર પ્રાથમિક શાળા અંબા નગર, 2) ડુમ્મસ શહેરી આરોગ્ય કેન્દ્ર
- વેસ્ટ ઝોન :
કોવીશીલ્ડ રસીકરણ સેન્ટર – 1) અડાજણ આરોગ્ય કેન્દ્ર
કોવેક્સીન રસીકરણ સેન્ટર – 1) પાલનપોર શહેરી આરોગ્ય કેન્દ્ર, 2) સુમન શાળા નંબર 153/154 દિવાળી બાગ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.