સુરત મનપાની કચેરી “જાહેર નોકર” અધિકારીઓ માટે બની બાપાનો બગીચો, નથી માસ્ક, નથી ઓફિસમાં કેમ બેસવું તેની ભાન

Published on: 8:27 pm, Tue, 13 October 20

બપોરના સમયે સુરતની SMC હેઠળ આવતી કતારગામ ઝોન ઓફીસમાં એક જાગૃત નાગરીક પોતાના કામ અર્થે ગયા તો ત્યા સરકારી કમઁચારીઓ બિન્દાસ બેઠેલા જોવા મળ્યા ને આ ફોટા હાલ સોશીયલ મિડીયામાં પણ ખુબ જ વાયરલ થયા છે. હવે જોવાનુ એ રહ્યુ કે આ ફોટામાં દેખાતા સરકારી કમઁચારીઓ વિરુઘ્ઘ કોઇ પગલા ભરાશે કે નહિ ? દડંની વસુલી થશે કે પછી દર વખતની જેમ સરકારી બાબુઓ ને મળતો છુટ્ટો દોર જ યથાવત રહેશે.

શુરવીર બનીને લોકોની સોસાયટી, ઓફિસમાં જઈને માસ્ક વગરના લોકો સાથે અસભ્ય વર્તન કરીને વસુલી ભાઈ બનેલા SMC ના કર્મચારીઓનો બેવડો ચહેરો સામે આવી ગયો છે. કોઇ સામાન્ય માણસ પાણી પીવા માટે માસ્ક નિચે ઉતારે ને ત્યા SMC ના અઘીકારી આવી પહોચે અને તે વ્યક્તી સાથે બિભત્સ ગાળા-ગાળી પણ કરે ને બળજબરી પુવઁક દંડ ભરવાનુ કહિને પોલીસ કેસની પણ ઘમકી આપતો એક વિડીયો ખુબ જ વાયરલ થયેલો.

થોડા સમય અગાઉ સુરતના એક વ્યાપારી પોતાની ઓફિસમાં કામ પર બેઠા હોય ને કોપોઁરેશનના અઘીકારીઓ તેની ઓફીસમાં આવી પહોચે ને તે વ્યક્તી અંદર ઓફિસમાં એકલા હોવા છતા પણ દંડ ભરવાની બળજબરી કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થયેલો.

એવી જ રીતે રાજકોટમાં એક દંપતી હોટેલમાં જમવા બેઠુ હોયને સરકારી કમઁચારીઓ તેના પાસે દંડ વસુલ્યો, અમરેલીના બસ સ્ટેન્ડમાં એક ગરીબ માણસ પાસે પગમાં પહેરવાના ચપ્પલ પણ નહોતા પણ તેના પાસેથી 1000 રુપીયાના દંડ ઉઘરાવાનો કિસ્સો પ્રકાશમાં આવેલો. હમણા ગયા અઠવાડીએ જ સુરતના કતારગામ વિસ્તારમાં જ ફળ-અને શાકભાજી વેચી પેટીયુ રળી પોતાનુ ગુજરાન ચલાવતા બાળક પાસેથી પાસે દંડના નામે રોકડ સ્લીપ ફડાવતા હતા. જેમા લારી ચલાવતા એક ૧૫ વષઁના બાળક પાસેથી દંડ વસુલ્યો તે બાળક રડ્યો કરગયોઁ છતા પણ બીજા દિવસે પણ દંડ વસુલ્યો હતો.

આ બઘા કિસ્સાઓ પરથી એક વાત તો ચોક્કસ નક્કી થાય છે કે નિતી-નિયમોની દુહાઇ આપતા અને દંડ વસુલતા સરકારી કમઁચારીઓ પોતે જ બેફામ હોવા છતા પણ માત્ર જનતા ને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે. ને જનતા પાસેથી જ દડંની વસુલી કરી જનતાને નિયમો પાળવાના ને આ સરકારી બાબુઓ શું કોરોના નથી થતો? આવા ઘણા બઘા સવાલો ઉભા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle