મેયરે એક જ દિવસમાં પાંચ-પાંચ વાર કર્યો નિયમનો ભંગ, છતાં એકપણ રૂપિયાનો દંડ નહીં

ગુજરાત રાજ્યમાં COVID-19 વાયરસનાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે પણ, COVID-19 મહામારીમાં અમદાવાદ શહેર મહાનગરપાલિકા દ્વારા…

ગુજરાત રાજ્યમાં COVID-19 વાયરસનાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે પણ, COVID-19 મહામારીમાં અમદાવાદ શહેર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને લીધે અમદાવાદ શહેરમાં COVID-19નું સંક્રમણ ઘટ્યું હતું પણ ફરીથી COVID-19 પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. જેનાં લીધે અમદાવાદ શહેર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા નિયમોનાં કડક પાલનને લઈને નાગરિકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ દંડ કરવામાં આવે છે.

અમુક દિવસો અગાઉ નિયમનો ભંગ થતો હોવાંની બાબતે અમદાવાદ શહેર મહાનગરપાલિકા દ્વારા ઘણા વિસ્તારોમાં રાત્રિનાં 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. AMCએ આ બધું ખાલી લોકો નિયમનું પાલન કરે તે માટે કર્યું છે કેમ કે, નિયમનું પાલન કરવાથી COVID-19નું સંક્રમણ ઓછું થશે પણ આ વાત અમદાવાદ શહેરનાં મહાનગરપાલિકાનાં મેયર બિજલ પટેલને જાણે ખબર ન હોય તેમ લાગે છે. કેમ કે, મેયર પોતે શહેરનાં પહેલાં નાગરિક કહેવાય તેમ છતાં પણ વારંવાર નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે.

આ વિશે અમદાવાદ શહેર મહાનગરપાલિકા દ્વારા પણ બેવડી નીતિ અપ નાવવામાં આવતી હોય તેવું લાગે છે. સત્તાધીશો નિયમનો ભંગ કરે તો તેમને લોકોને દંડ નહીં પણ કોઈ અધિકારી અથવા જનતા નિયમનો ભંગ કરે તો તરત જ તેમને દંડ કરવામાં આવે છે. PM નરેન્દ્ર મોદી બે ગજની દૂરી રાખવાનું કહે છે પણ શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવત અમદાવાદ શહેર મહાનગરપાલિકાનાં મેયર બિજલ પટેલ માટે સાચી સાબિત થઈ રહી છે. રવિવારનાં દિવસ અમદાવાદનાં પાલડી વોર્ડમાં જુદી જુદી પાંચ જગ્યા ઉપર ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

પેવર બ્લોકનાં ખાતમુહૂર્તનાં કાર્યક્રમમાં મેયર પણ હાજર હતા તેમજ આ બધા કાર્યક્રમમાં લોકોનાં ટોળા ભેગા થયા હોવાનાં લીધે સામાજિક અંતરનાં નિયમનો ભંગ થયો હતો. આ જગ્યાએ કાર્યક્રમની જાહેરાત પાલડી BJP પરિવારે કરી હતી તેમજ કાર્યક્રમ અગાઉ કાર્યક્રમની અંદર બધા લોકોએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેમજ સામાજિક અંતરનું પાલન કરવું તેવું પણ જણાવવામાં આવ્યુ હતું. હદ તો ત્યારે થઈ ગઈ કે, આ કાર્યક્રમમાં BJPનાં ધારાસભ્ય રાકેશ શાહ તેમજ પાલડી વોર્ડનાં કોર્પોરેટર ડૉક્ટર સુજય મહેતા હાજર હતા તેમજ તેમના દ્વારા પણ નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, અમદાવાદ શહેરનાં મેયર બિજલ પટેલ પ્રથમ વખત આ નિયમના ભંગ કરવાના લીધે વિવાદમાં નથી આવ્યા પણ વારંવાર વિવાદ આવતા રહે છે. અમુક દિવસો અગાઉ પણ એક લોકાર્પણ કાર્યક્રમમાં  તેઓ સામાજીક અંતર તેમજ માસ્કનાં નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા. તે પછી અમદાવાદ શહેરની મહાનગરપાલિકાની સાધારણ સભામાં પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ અગાઉ પણ અમુક વખત તેઓ વિવાદમાં આવ્યા છે. તેમ છતાં પણ હાલ સુધીમાં અમદાવાદ શહેરના મહાનગરપાલિકાએ એકપણ વખત મેયરને દંડની નોટીસ તથા દંડ નથી કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *