પંજાની અકડતાએ નહી પણ આત્મસન્માનને ઠેસ લાગતા સુરતમાં પાટીદારોએ કોંગ્રેસ ભાજપનો કચ્ચરઘાણ કાઢ્યો

સુરતમાં ગઈકાલે જે પરિણામો આવ્યા તેને આમ આદમી પાર્ટીના નેતાઓ ભલે પોતાની સફળતા ગણાવતા હોય પણ અને રાજકીય વિશ્લેષકો દ્રઢ પણે માની રહ્યા છે કે પાટીદારોના આત્મસમ્માન સાથે થયેલો ખેલ જોઇને પાટીદારોએ ઝાડુ ને તક આપી અને કોન્ગ્રેસના અને ભાજપનો પોતાના વિસ્તારોમાંથી સફાયો કર્યો. ભાજપે ૧૨૦ માંથી ૯૩ જયારે આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો કબજે કરી છે.

કોંગ્રેસની ભૂલો:
પાટીદાર અનામત આંદોલન સમિતિએ માંગેલી બે ટીકીટો ન ફાળવવામાં આવતા ધાર્મિક માલવીયાએ વીદ્રોહ કરીને પાટીદારોને કોંગ્રેસને સબક શીખવવા અપીલ કરી હતી. પાટીદાર અંદોલન સમિતિના વકીલ સંજય ધોરાજીયાના પત્ની વિલાસ ધોરાજીયા અને વિજય પાન્સુરિયાની ટીકીટ પાસ દ્વારા માંગવામાં આવી હતી. જેને પરેશ ધાનાણી અને તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકીની ટીકડીએ નામંજૂર કરી. પાસ નો આરોપ છે કે આ ત્રણેય નેતાઓએ પાટીદાર આગેવાનોની જ સોપારી લીધી હતી. આમ પાસના ખુલ્લેઆમ વિદ્રોહને કારણે પાટીદારો ભાજપને સમર્થન નહોતા કરતા તે આમ આદમી પાર્ટી તરફ જુકી ગયા.

ભાજપ તરફનો અણગમો યથાવત:
પાટીદાર આંદોલન નો પૂરો લાભ કોંગ્રેસ ૨૦૧૫ માં ઉઠાવી ચુકી છે. લાભ મેળવ્યા બાદ એકપણ વખત કોંગ્રેસના બે થી ત્રણ નેતા સિવાય એક પણ નેતાએ પાટીદાર નેતાનો આભાર માન્યો નહોતો. જેને લઈને આ વખતે ભાજપને એવું હતું કે કોંગ્રેસ તરફ વળેલા પાટીદારો પરત આવશે. પણ તેનાથી ઉલટું આમ આદમી તરફ ભાજપમાં રહેલા પાટીદારો વળી જતા ભાજપના પાંચથી વધુ ઉમેદવારોની ડીપોઝીટ જમા થઈ ગઈ છે. કતારગામ વિસ્તારમાં પણ ત્રણ પાટીદાર સમાજમાંથી આવતા કોર્પોરેટરો જીતતા સ્પષ્ટ થઇ ગયું છે કે હજુ પણ ભાજપ સામેનો પાટીદાર સમાજનો રોષ યથાવત છે.

આમ આદમી પાર્ટી તરફનો જુકાવ:
આમ આદમી પાર્ટીએ ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત લોકોને ટીકીટ આપતા યુવા વર્ગ આપ નો સમર્થક બન્યો. સુરતના કતારગામના વોર્ડ ૮ને ભાજપનો ગઢ કહેવાય છે. આ વોર્ડમાં ૨૦૧૫માં પાટીદાર આંદોલનની અસર નહોતી દેખાઈ પણ આ વખતે પાટીદાર મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી તરફ જુકાવ જોવા મળ્યો પરંતુ મરાઠી અને પરપ્રાંતીય વિસ્તારોએ ભાજપની આબરૂ બચાવી લીધી અને નજીવા અંતરે જીત નોંધાવી.

૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ પરિણામોને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીએ સુરતમાં પોતાના તંબુ તાણવાની તૈયારી શરુ કરી દીધી છે. આવતી ૨૬ મીએ સુરતમાં કેજરીવાલ રેલી કરવા જઈ રહ્યા છે. જેને લઈને અગામી સમયમાં વરાછા બાદ હવે આમ આદમી પાર્ટી ભાજપનું ગઢ ગણાતું કતારગામ પણ સર કરવાના પૂરતા પ્રયાસો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *