સુરતમાં SMC કચરાની ગાડી બની યમદૂત! બાઇક ચાલકને અડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત

Youth dies in Surat accident: રાજ્યમાં અકસ્માત સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અમુક અકસ્માત એટલો ગંભીર હોય છે કે તે અકસ્માતના કારણે કેટલા લોકો પોતાનો…

Youth dies in Surat accident: રાજ્યમાં અકસ્માત સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અમુક અકસ્માત એટલો ગંભીર હોય છે કે તે અકસ્માતના કારણે કેટલા લોકો પોતાનો જેવ પણ ગુમાવે છે. તેવો જ એક અકસ્માતનો કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. સુરતમાં આવેલા કોઝવે નજીક પાલિકાના કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતાં તેનું મોત (Youth dies in Surat accident) નિપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારે પોતાનો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ પોલીસે અકસ્માતનો કેસ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

ઘરની બધી જવાબદારી યુવક પર હતી
મળતી માહિતી અનુસાર, જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ગંગનગરમાં 36 વર્ષીય દર્શન રતિલાલ પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. દર્શન પરિવારનો એકનો એક દીકરો હતો. 11 વર્ષ પહેલાં પિતાના અવસાન પછી ઘરની બધી જવાબદારી દર્શન પર જ આવી ગઈ હતી. પરિવારમાં વિધવા માતા, પત્ની, બે પુત્ર છે. દર્શન ગુજરાત ગેસમાં સબ કોન્ટ્રાકટર તરીકે ગેસ લાઇન નાંખવાનું કામ કરતો હતો.

ગઈ કાલે રાત્રે વેડરોડ ખાતે આવેલા જુના ઘરેથી જહાંગીરાબાદ ઘરે બાઇક પર પાછો ફરી રહ્યો હતો. કોઝવે નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પાલિકાનો કચરાનો ટેમ્પો પૂરપાટ ઝડપે આવ્યો હતો. ત્યારબાદ ઓવરટેક કરવા જતાં દર્શનને અડફેટે લીધો હતો. દર્શન બાઇક પરથી રોડ પર પટકાયો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

પરિવારમાં શોકનો માહોલ છવાયો
અકસ્માતના પગલે આસપાસથી લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારપછી દર્શનની ગંભીર હાલત જોતા તેને તાત્કાલિક રિક્ષામાં જ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના એકના એક દિકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *