મહેસાણાનાં વિજાપુરમાં ધોળા દિવસે ખેડૂત લૂંટાયો, લબરમૂછિયાઓ 4.90 લાખ લઈને થયા ફરાર- જુઓ LIVE CCTV ફૂટેજ

Published on Trishul News at 10:33 AM, Sun, 5 November 2023

Last modified on November 5th, 2023 at 11:04 AM

4.90 lakh robbery in Mehsana: વિજાપુરનાં મણિપુરા રોડ પર આવેલ આર્વી બંગ્લોઝમાં રહેતા રાહુલ જયંતીલાલ પટેલનાં મિત્રને રૂપિયાની જરૂર હોવાથી રાહુલભાઈ રૂપિયા 4.90 લાખ (4.90 lakh robbery in Mehsana) લઈ પોતાની ગાડી લઈ આંગડીયા પેઢીમાં જમા કરાવવા જતા હતા. તે દરમ્યાન અચાનક જ તેમના મિત્રનો ફોન આવતા આંગડીયા પેઢીમાં રૂપિયા જમા કરાવવાની ના પાડતા રાહુલભાઈ પૈસા ગાડીમાં મુકી તેઓ ઘર તરફ પાછા આવી રહ્યા હતા.

બાઈક ચાલકો ગાડીને પાછળથી ટક્કર મારી માથાકૂટ કરી
રાહુલભાઈ રૂપિયા લઈ પાછા જઈ રહ્યા હતા. તે દરમ્યાન પ્રગતિ સોસાયટી પાસે તેઓની ગાડીને પાછળથી આવી રહેલ બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. ત્યારપછી બાઈક ચાલક તેમજ તેની સાથે રહેલ અન્ય શખ્શો ગાડી પાસે આવી રાહુલભાઈ સાથે ઘણી માથાકૂટ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે દરમ્યાન બાઈક ચાલકોનો સાગરિત બુલેટ લઈ આવ્યો હતો. બાઈક પર આવેલા બે શખ્શોએ મોં પર રૂમાલ બાંધ્યો હતો. ત્યારે તેઓએ ગાડીની સાઈડનો દરવાજો ખોલી ડેકીમાં મુકેલ રૂા. 4.90 લાખની(4.90 lakh robbery in Mehsana) લૂંટ કરી ત્રણેય શખ્શો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
આ બાબતની જાણ પોલીસને કરતા એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટનાં સ્થળે તરત જ દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાં જ્યાં બની ત્યાં એક મકાનમાં CCTV કેમેરા લાગેલ હોવાનું પોલીસનાં ધ્યાને આવતા પોલીસ દ્વારા તે CCTV ચેક કરતા સમગ્ર ઘટનાં તે CCTVમાં કેદ થવા પામી હતી. આ બાબતે ફરિયાદી રાહુલભાઈએ વિજાપુર પોલીસ મથકે રૂ. 4.90 લાખની લૂંટની(4.90 lakh robbery in Mehsana) ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

Be the first to comment on "મહેસાણાનાં વિજાપુરમાં ધોળા દિવસે ખેડૂત લૂંટાયો, લબરમૂછિયાઓ 4.90 લાખ લઈને થયા ફરાર- જુઓ LIVE CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*