સુરત(Surat): શહેરમાં અવારનવાર સ્પાની આડમાં ધમધમી રહેલા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત સ્પા(Spa)ની આડમાં ચાલી રહેલા કૂટણખાનાને ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના વેસુ(Vesu) વિસ્તારમાં ધમધમી રહેલા કૂટણખાનામાં પોલીસના દરોડા પડ્યા હતા.
શહેરના વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધાને સુરત શહેર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમેશ્વર સર્કલ પાસેના કોમ્પ્લેક્ષમાં બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા આર-વન સ્પામાંથી 6 યુવતીઓ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ 6 યુવતીઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ દ્વારા 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ યુવતીઓ ટુરીઝ વિઝા પર આવીને સ્પાની આડમાં ગેરકાયદે દેહવ્યાપારનો ધંધો કરતા હતા.
હાલમાં પોલીસે 6 યુવતીઓ સહિત 10 લોકોની અટકાયત કરી લીધી છે અને જેમાં 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. સાથે જ ઝડપી પાડવામાં આવેલ યુવતીને તેમના દેશમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.