સુરતના વરાછામાં ભીષણ આગ લાગતા બે દુકાનો બળીને ખાખ- ચા વાળાને ઝપેટમાં લેતા…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આગ લાગવાની ઘટનાઓ દરમિયાન ફરીવાર સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા GK ચેમ્બર્સ(GK Chambers)ની ફર્નીચરની દુકાન(Furniture Store) બહાર રાખેલી જૂની…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આગ લાગવાની ઘટનાઓ દરમિયાન ફરીવાર સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા GK ચેમ્બર્સ(GK Chambers)ની ફર્નીચરની દુકાન(Furniture Store) બહાર રાખેલી જૂની ખુરશીઓમાં અચાનક આગ લાગી હોવાના સમાચાર સામે આવ્ય છે. જેમાં બે દુકાન સહિત ચાનું કેબિન અને નિંદ્રાવાન ચા-વાળો ઝપેટમાં આવી ગયો હતો.

જાણવા મળ્યું છે કે, ગુરૂવારની વહેલી સવારે બનેલી દુર્ઘટના બાદ સામે હીરાના કારખાનામાં કામ કરતા કારીગરો દ્વારા સમયસર ફાયરને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટન નજરે જોનાર દીક્ષિત કાપડીએ કહ્યું હતું કે, થોડું મોડું થયું હોત તો ઉપર ત્રણેય માળે કામ કરતા રત્નકલાકારો ફસાઈ ગયા હોત. જોકે, ઘટનાની ભાગદોડ વચ્ચે ફાયરના જવાનોએ પણ આગ પર કાબુ મેળવતા રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ વહેલી સવારના 4:37 વાગ્યાનો હતો. બે દુકાન અને એક કેબિન સળગી રહ્યા હોવાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી દાઝી ગયેલા એક શ્રમજીવીને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રોજીવાડિયા(ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, આગ ફર્નિચરની દુકાન બહાર મુકવામાં આવેલી જૂની ખુરશીમાં લાગ્યા બાદ ફર્નિચરની દુકાન અને બાજુમાં આવેલી હીરાના કાગળનું વેચાણ કરતી દુકાનને પોતાની ઝપેટમાં લીધી હતી. આ ઉપરાંત, ચાનું કેબિન પણ આગની ઝપેટમાં આવતા બાજુમાં જાહેરમાં સૂતેલો ચા-વાળો પણ દાઝી ગયો હતો. જોકે, સમય સૂચકતાને લઈ કોઈ મોટી જાનહાની ટળી હતી.

દીક્ષિત કાપડીએ વધુમાં જણાવ્યું કે, વહેલી સવારે ચા પીયને કારખાનાની બહાર નીકળ્યા હતા. મારા સાથી કર્મચારી કાકાને કઈ સળગતું દેખાયું અને તાત્કાલિક જ 100 નંબર પર જાણ કરી ફાયરને માહિતી આપવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં ફાયરની ગાડીઓ આવી જતા આગ કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, બને દુકાનને ઝપેટમાં લેતા ત્રણ માળના GK ચેમ્બર્સમાં ઉપર આવેલી હીરાની ઓફિસોમાં કામ કરતા રત્નકલાકારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *