4.05 crore revenue to Surat ST Division: શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવતા હોય છે. અને તહેવારોની ઉજવણી ક૨વા માટે લોકો [પોતાના વતન જતા હોય છે. તેમાં પણ બે દિવસ પહેલા રક્ષાબંધનના કારણે ઘણા લોકો પોતના વતન ગયા હતા. સુરત ST વિભાગે(4.05 crore revenue to Surat ST Division) રેગ્યુરલ બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી. સાત દિવસમાં ST વિભાગને 4.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી
શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં શહેરમાં રહેતા લોકો પોતાના વતનમાં જતા હોય છે. શ્રાવણ મહિનામાં લોકો ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા માટે પણ જતા હોય છે. ત્યારે શહેરીજનોની સુવિધા માટે ST વિભાગે રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી.
રોજની વધારાની 600 બસ દોડાવાઈ
સુરત ST વિભાગની રેગ્યુલર 600 બસ દોડતી હતી. શ્રાવણ મહિનામાં અને રક્ષાબંધન પર્વ નિમિત્તે ST વિભાગે વધારાની બસો દોડાવી હતી. તેમાં સૌથી વધારે દહોદ, અમરેલી અને ભાવનગર શહેર માટે બસો દોડાવી હતી. 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રોજની વધારાની 600 બસ દોડાવાઈ હતી, જેમાં 7,82,722 મુસાફરે પ્રવાસ કરી રહ્યા હતા.
છેલ્લા બે દિવસમાં 1.54 કરોડની આવક
સુરત ST વિભાગને 4.05 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાં પણ રક્ષાબંધનનો તહેવાર હોવાથી છેલ્લા બે દિવસમાં 2.70 લાખ પેસેન્જર્સે ST બસનો લાભ લીધો હતો. આ બે દિવસમાં સુરત ST વિભાગને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube