સુરત(ગુજરાત): કોરોનાએ અનેક લોકોની નોકરી છીનવી લીધી છે. ત્યારે આવા બેરોજગારો તણાવમાં આવીને આપઘાત કરી રહ્યા હોવાની ઘટનાઓ જોવા મળી રહી છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા આધેડની નોકરી છૂટી જતા તેઓ લાંબા સમયથી તણાવમાં હતા. ત્યારે તણાવમાં આવીને આપઘાત કર્યો છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા ખાતે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં મનીષભાઈ મહેન્દ્રભાઈ શાહ નામના એક વ્યક્તિ રહેતા હતા. મનીષભાઈ જવેલર્સની દુકાનમાં કામ કરતા હતા. 8 વર્ષ પહેલાં મનીષભાઈના છૂટાછેડા થઇ ગયા હતા. જવેલર્સની દુકાનમાં કામ કરી મનીષભાઈ પોતાનું ગુજરાન ચાલવતા હતા.
એક બાજુ નોકરી છૂટી જવાથી અને બીજી તરફ આર્થિક સંકડામણને કારણે માનસિક તણાવમાં રહેતા મનીષભાઈએ આજે પોતાના ઘરમાં સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેમના પરિવારજનોને થતા પડોશીઓને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક મનીષભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મનીષભાઈનું મોત નીપજ્યું હતું.
પોલીસને ઘટના અંગે જાણ થતા જ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પણ જે રીતે મનીષભાઈની આર્થિક સંકડામણ અને તેમાં પણ નોકરી છુટી જતા હિંમત હારી જઈને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. લૉકડાઉનથી લઈને અત્યાર સુધીમાં સુરત શહેરમાં આ પ્રકારના અનેક બનાવ જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.