સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર પોતાના જ મિત્રએ કર્યું ખૂન. સોમવારે રાત્રે વેફર લેવા દુકાને ગયો ત્યારે મિત્રએ ચપ્પુના ઘા ઝીકીને કરી હત્યા. ડાઈંગ માસ્ટરને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. તેની પત્નીનું મિત્ર સાથે અફેર હોવાની આશંકા હતી.
સુરતના અલથાણ ભીમરાડ રોડ આકાશ બંગ્લોઝની સામે પેલેસિયો બંગ્લોઝમાં રહેતા રાકેશ રમણલાલ જરીવાલા પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી અન્નપુર્ણા ડાંઈગ મીલમાં પ્રીન્ટીંગ માસ્ટર તરીકે નોકરી કરે છે. જયારે તેમનો મિત્ર પિષુય પ્રમોદકુમાર ચેવલી તેનો આસીટન્ટન્ટ હતો. આ દરમિયાન લોકડાઉનને કારણે મંદીના સમયમાં મીલમાંથી માણસો ઓછા કરવાના થતા એક મહિના પહેલા પિયુષને પણ કામ પરથી છુટો કરી દેવાયો હતો. રાકેશની પિયુષ સાથે છેલ્લા આઠ વર્ષથી મિત્રતા હતી અને અવારનવાર બંને જણા મળતા હતા. એક સમયે બંને જણાએ સચીનની મીલમાં સાથે નોકરી પણ કરી હતી
બે વર્ષથી મંદીના કારણે બંને જણાએ અલગ અલગ મીલમાં નોકરી કરવી પડતી હતી. કોઈક સંજોગવશ ફરીથી બંને જણા પાંડેસરા અન્નાપુર્ણા મીલમાં ભેગા થયા હતા. જાકે પિયુષને એવી આશંકા છે કે, તેની પત્નીનું રાકેશ સાથે અફેર ચાલે છે અને તે વહેમને લઈને એક મહિનાથી ઝઘડો ચાલતો હતો. અઠવાડિયા પહેલા પિયુષ રાકેશના ઘરે જઈને તેની પત્નીની હાજરીમાં રાકેશ અને તેના છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ સોમવારે રાત્રે રાકેશ તેના ઘર નજીક શિવ સોમેશ્વરા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનમાં વેફર લેવા માટે ગયો હતો. તે વખતે પિયુષ તેની પાસે આવી મારી પત્ની સાથે અફેર છોડી દે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી કાન, ગળા અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
રાકેશે બૂમાબૂમ કરતા પિયુષ ભાગી ગયો હતો. રાકેશને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે રાકેશ જરીવાલાની ફરિયાદ લઈ પિયુષ ચેવલી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.