સુરતના બે સ્થાનિકોને કુતરાને ચીકનમાં ઝેર આપી મારી નાખવાનું ભારે પડ્યું- જાણો કોની ધરપકડ થઇ?

સુરતના ભેસ્તાનન વિનાયકર રેસિડેન્સીમાં ચિકનમાં ઝેરી દવા ખવડાવી 3 કૂતરાને મારી નાખવાની ઘટનામાં પાંડેસરા પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી સ્થાનિક બે યુવકોની…

સુરતના ભેસ્તાનન વિનાયકર રેસિડેન્સીમાં ચિકનમાં ઝેરી દવા ખવડાવી 3 કૂતરાને મારી નાખવાની ઘટનામાં પાંડેસરા પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી સ્થાનિક બે યુવકોની ધરપકડ કરી હતી. સોસાયટીમાં રખડતાં કૂતરાઓએ બાળકો સહિત ત્રણેક જણાને બચકા ભર્યા હતા. જેથી કંટાળી બંનેએ કૂતરાઓને ઝેર ખવડાવી મારી નાખ્યા હતા.

ગત 1 તારીખના રોજ ભેસ્તાનની વિનાયક રેસિડેન્સીના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અહીં સોસાયટીમાં 3 કૂતરા ચિકન સહિતનો ખોરાક ખાધા બાદ ગણતરીના સમયમાં જ તરફડીને મૃત્યુ પામ્યા હતા. વાઈરલ થયેલાં આ વીડિયોને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો.પશુ-પક્ષી સાથે આવું કૃત્ય કરવું એ ફોજદારી ગુનો બનતો હોય જવાબદારો સામે ગુનો નોંધવાની માગ ઉઠી હતી.

ભેસ્તાન વિનાયક રેસીડન્સીમાં રહેતા બે સ્થાનિકોએ કુતરાઓને ચીકનમાં ઝેર આપી મારી નાખવાનું ભારે પડ્યું છે. પાંડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન ઝવેરીની ફરિયાદ લઈ દિવ્યેશ પટેલ અને મોહન કુશ્વાહા સામે ગુનો નોંધી શુકવારે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી કરી છે. આ ઘટના 1લી ફેબુઆરીએ બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલની દીકરી પાછળ કૂતરો દોડતા તેને ઈજા થઈ હતી. કુતરાઓએ સોસાયટીમાં ચણ ખાવા આવતા કબૂતરોને પણ શિકાર બનાવ્યા હતા. દિવ્યેશ અને મોહનને એમ્બોઈડરીના કારખાના છે. પોલીસે એક શ્વાનનું પશુ ચિકિત્સક કેન્દ્ર બડેખાં ચકલા ખાતે પીએમ કરાવ્યું હતું. શ્વાનના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે. બંને આરોપી સામે આઈપીસી કલમ 429, 114 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(એલ) તથા ધી ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 119 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *