આજકાલ કોરોનાની જેમ દુષ્કર્મના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજના આ કળયુગી સમયમાં પોતાના સંબંધીઓ પર પણ વિશ્વાસ કર્યા જેવો નથી. આ દરમિયાન સુરતમાંથી ફરીવાર એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે જેમાં એક દિયરે જ પોતાની માતા સમાન ભાભી સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં.
સુરતના લીંબાયત ખાતે રહેતી અને 6 સંતાનોની માતા એવી વિધવા ભાભીને તેના જ દિયરે લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. જાણવા મળ્યું છે કે, આ દરમિયન ભાભી બે વાર ગર્ભવતી થઇ હતી અને બંને વખતે તેનો ગર્ભપાત કરાવી નાખવામાં આવ્યો હતો અને તેને તરછોડી દીધી હતી. ત્યારબાદ યુવક અન્ય યુવતી સાથે લગ્નની તૈયારી કરી રહ્યો હતો. આ અંગે દિયર વિરુદ્ધ ભાભીએ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા દિયર યુવાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલાના પતિનું 2015માં મોત નીપજ્યું હતું. તેને 6 સંતાનો હતા. પોતાના સંતાનો સાથે રહેતી હતી. આ દરમિયાન 2018માં એક દિવસ આ વિધવા મહિલા જયારે રસોડામાં કામ કરતી હતી ત્યારે તેને પાછળથી પકડી લઈને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
ત્યારે વિધવા ભાભીએ તેનો વિરોધ કર્યો હતો અને પરિવારને આ અંગે જાણકારી આપી હતી. આ દરમિયાન સાસુએ એવું કહીને મામલો પતાવ્યો કે, દિયર તેની સાથે લગ્ન કરશે. ત્યારબાદ થોડા દિવસ પછી આ વિધવા ભાભી પોતાના મકાનના ધાબા પર સુતી હતી ત્યારે દિયરે આવીને તેની સાથે બળજબરી કરી હતી અને શારીરિક સંબંધ બનાવ્યો હતો.
ત્યારબાદ દિયરે અવારનવાર ભાભી સાથે સંબંધ બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, આ સંબધને લઇને ભાભી બે વખત ગર્ભવતી બની હતી. ત્યારે દિયરે નજીકની ક્લિનિકમાં જઇને ભાભીનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે ત્યારબાદ આ દિયરે ભાભીને તરછોડી અન્ય યુવતી સાથે લગનની તૈયારીઓ કરી હતી.
વિધવા ભાભી સાથે સંબંધ બનાવી લગ્નની લાલચ આપીને તરછોડી દેતા આખરે ભાભી દ્વારા દિયર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપી દિયરની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.