સુરત: શાળાએ વિદ્યાર્થીને ફી માફી આપી, ગુરુદક્ષિણામાં આપ્યો A1 ગ્રેડ અને બોર્ડમાં પ્રથમ નંબર

ગઈકાલે રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતા શાળા સાથે વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરી સારા માર્કસે પાસ થયા છે અને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે એવા પણ ઘણાં વિદ્યાર્થીઓ સામે આવ્યાં છે જે શાળાની ફી ભરી શકતા ન હતાં. અને તે વિદ્યાર્થીઓ હોશિયાર અને તેના જીવનમાં કઈક કરવા માંગતા હતા. તેવા વિદ્યાર્થીને શાળાની મદદથી તેમને મફતમાં ભણવામાં આવ્યા હતા. અને જેના કારણે આજે સારા ટકા લાવીને ઉતિર્ણ થયા છે.

સુરતમાં રહેતા વ્રજ ભરતભાઇ કેવડિયાની વાત પણ કઈક આવી જ છે. આ વિદ્યાર્થીને એક કાને સંભળાતુ નથી. વિદ્યાર્થીનાં પિતા સુરતમાં રત્નકલાકાર(હીરાઉદ્યોગ) તરીકે કામ કરે છે. આ પરિવાર પોતાનો મહિનાનો ખર્ચ માત્ર 10 હજારમાં નીભાવે છે. ચાર સભ્યોનો આ પરિવાર એક નાનકડા રૂમના ઘરમાં રહે છે.

પરંતુ વ્રજ ભણવામાં પહેલાથી જ હોશિયાર રહ્યો છે. ત્યારે આશાદીપ શાળાએ આ વિદ્યાર્થીને પ્રવેશ આપીને તેની ફી માફ કરી હતી. આ સાથે શાળાનાં શિક્ષકોએ પણ વિદ્યાર્થી પર સારૂં ધ્યાન આપ્યું હતું. તેની અભ્યાસ અર્થેના તમામ પ્રશ્નોના જવાબ આપતા હતાં. શાળાના આ ઉપકાર અને દરેક શિક્ષકોની મહેનત અને વ્રજની એકાગ્રતાને કારણે આજે વ્રજે ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો છે.

શાળામાં પ્રવેશ પહેલા જ બાળકને પ્રોત્સાહન મળે તે માટે કહેવામાં આવ્યું હતું કે તને પ્રવેશ અમે આપીશું પરંતુ તારે સારી રીતે ભણવાનું છે. આજે પરિણામ આવતા આ વિધાર્થી A1 ગ્રેડ સાથે પાસ થઈને પરિવારની સાથે સાથે શાળાનું પણ નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીએ A1 ગ્રેડ પરિણામ લાવીને શાળાને ગુરુ દક્ષિણા આપી પોતાની ફરજ અદા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *