અવાર-નવાર કેટલીક હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘ગોળ વિના સુનો કંસાર, ‘મા વિના સુનો સંસાર’ જેવી માતૃ પ્રેમ માટે આવી કેટલીક કહેવતો ખુબ પ્રચલિત છે.
સમાજમાં માતૃપ્રેમ જાણે કે, મરી પરવાર્યો હોય એવી ઘટના સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. સુરતમાં 2 દિવસ પહેલા એક દિલસ્પર્શી જાય તેવી ઘટના સામે આવી હતી. જેમાં એક બાળકીને પાંડેસરા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. પોલીસની પુછપરછ દરમ્યાન માતાના જણાવ્યા મુજબ, કુંવારી માતા બનતા સમાજમાં બદનામી થવાના દરથી પરિવારે આ કૃત્ય કર્યું હતું. પોલીસને ઘટનાનું કારણ સામે આવતા બાળકીની માતા અને દાદા ની ધડ્પકડ કરી છે.
સુરતમાં નવજાત બાળકીને તેમની માતા છોડી દેવાની સતત ઘટના સામે આવતી હોય છે. જોકે, લગન પહેલા પ્રેમમાં કરેલી ભૂલને લઈને યુવતી ગર્ભવતી થઇ જતા સમાજમાં બદનામીના ડરે પોતાનું પાપ છુપાવા નવજાત બાળકને છોડી દેતા હોય છે.
7 જુન રોજ સુરતના પાંડેસરા ભેસ્તાન ગાર્ડન પાસે આવેલ આશારામ સોસાયટીની સામે ડિવાઇડરની બાજુમાં આશરે બે માસની બાળકી લાવારીસ હાલતમાં મળી આવી હતી. જોકે સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણકારી આપતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને આ બાળકીનો કબજો લઇને તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી હતી. આ બાળકીને ક્યાં કારણોસર તેના પરિવારે છોડી દીધી હતી, તેની જાણકારી મેળવા પાંડેસરા પોલીસે શહેરમાં જન્મેલા બાળકોની એક યાદી બનાવીને આ બાળકીના પરિવારની શોધખોળ શરુ કરી હતી.
પોલીસને જાણકારી મળી હતી કે, કુંડીયા વાડી પુલીયા પાસે નવી વસ્તી થાના સિવિલ લાઇન તાલુકો રઘુરાજનગર જીલ્લો સતના એમ.પી. રહેવાસી અને હાલમાં સુરતના શ્રીરામનગર ગણેશનગર વડોડગામ પાંડેસરા ખાતે રહેતા મનોજ છોટેલાલ શાહુની દીકરી ગર્ભવતી બની હતી જેના હજુ લગ્ન થયા નથી. જેને એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે પરિવાર આ બાળકીને છોડી ગયા હતા. પોલીસને તેની જાણ થતા ની સાથે જ પોલીસ તેના ઘરે પહોંચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ પરિવારની પુત્રી એક યુવકના પ્રેમમાં હતી અને તેની સાથેના શારીરિક સંબંધને લઈને આ યુવતી ગર્ભવતી બની હતી અને એક બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, કુંવારી યુવતી માતા બને જેને લઈને સમાજમાં બદનામી થાય તે ડરે પિતાએ આ બાળકીને છોડી આવ્યા હતા. જોકે, પોલીસે પૂછપરછમાં બાળકીના દાદાએ કબૂલાત કરતા પોલીસે બાળકીની માતા અને તેના દાદા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.