પરણીતાની છેડતી કરવી યુવકને પડી ગઈ ભારે, પતિ લોખંડનો પાઈપ લઈને આવ્યો અને માથાના ભાગે…

સુરત(ગુજરાત): ગઈ કાલે ઍક યુવાન પુણાગામ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટમાં બેઠો હતો. ત્યાં અન્ય ઍક વ્યક્તિ લોંખડની પાઇપ લઇને તે સમયે આવ્યો હતો. અચાનક તેણે યુવાનના માથામાં ઘા મારવા લાગ્યો હતો. ઘટનાને કારણે યુવક લોહીલુહાણ થઇ ત્યાં જ ઢળી પડ્યો હતો. પુણા પોલીસે આ ઘટના અંગે હુમલાખોર વિરુધ હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઇજાગ્રસ્ત યુવકે પાંચ વર્ષ પહેલા હુમલાખોરની પત્નીની છેડતી કરી હતી.

સુરતમાં મહિલા અત્યાચાર અને છેડતીના અનેક કેસો સામે આવ્યા છે. ત્યારે પાંચ વર્ષ પહેલા એક યુવકે કોઈકની પત્નીની છેડતી કરી હતી. પીડિતાના પતિએ જાહેરમાં યુવકને માર મારી ગંભીર ઇજા પોહચાડી હોવો બનાવ સામે આવ્યો છે.

પુણાગામ સારોલી કેનાલ રોડ પર રંગ અવધૂત રો હાઉસમાં રહેતો અને રત્ન કલાકાર તરીકે કામ કરતા દિનેશ વીરસીંગભાઇ બારૈયા છે. જોકે હાલ તેમનું કામ છૂટી જતા તે બેકાર જીવન જીવી રહ્યા છે. દિનેશ પુણાગામમાં માન સરોવર સ્કૂલની સામે આવેલ શાકભાજી માર્કેટમાં ઍકલો બેઠો હતો. ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ પુણાગામમાં રહેતો અજીતભાઇ ગોપાલભાઇ મહેરા લોખંડની પાઇપ લઇને ત્યાં આવ્યો હતો. દિનેશ હજુ કઇ સમજે તે પહેલા જ અજિતે લોખંડની પાઇપ વડે તેને માથામાં ઘા મારીને હત્યાની કોશિશ કરી હતી. ઘટના બાદ અજિત ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના અંગે સ્થાનિક લોકોઍ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તેની હાલત હજુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે દિનેશના ભાઇ મહેશે અજિત સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દિનેશે પાંચ વર્ષ પહેલા અજિતની પત્નીની છેડતી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને અજિતે દિનેશની હત્યાની કોશિશ કરી હતી. પુણા પોલીસે ઘટના બાદ અજિત સામે હત્યાની કોશિશનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *