અજાણ્યા માણસે ઘરમાં ઘૂસીને પરણીતાનું ગળું દબાવી કરી હત્યા, ભાઈ-બહેને નાની ઉંમરે ગુમાવી માતાની છત્રછાયા

હાલમાં શહેરમાં વધુ એક મહિલાની હત્યાનો કેસ સામે આવતા હોબાળો મચી ગયો છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી 29 વર્ષની પરિણીતાનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘરમાં…

હાલમાં શહેરમાં વધુ એક મહિલાની હત્યાનો કેસ સામે આવતા હોબાળો મચી ગયો છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી 29 વર્ષની પરિણીતાનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘરમાં ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ પર શંકા કરી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ શહેરમાં ચુંટણીનો માહોલ છે. આ દરમિયાન પણ સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો કેસ સામે આવતા હોબાળો મચી ગયો છે. જેમાં અઠવા વિસ્તારમાં પરિણીતાની ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મગનભાઈ દુર્લભભાઈ પટેલના મકાનમાં રહેતા દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોસા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચી પરિવરમાં પત્ની મનુબેન, બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીનું ભરણ પોષણ કરે છે. દેવેન્દ્ર ગઈકાલે બપોરે એક વાગ્યે તેની ચાર વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ ગયો હતો અને દોઢ બે વાગ્યે ધરે પરત આવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની મનુબેનનુ ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

દેવેન્દ્રએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી અને અઠવા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળ પર પહોચી અને મનુબેનની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જોકે, મનુબેનની હત્યા મામલે પીએસઆઈ એમ.બી.ચૌહાણ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો અને પતિ દેવેન્દને શંકાના દાયરમાં લઈ તેની પુછપરછ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *