સુરતમાં બૂટલેગર બનેલા વેપારીનો ભાંડો ફૂટ્યો: જાણો કેવી રીતે કરતા હતા દારૂની હેરાફેરી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂનું ખુલ્લે આમ વેચાણ થાય છે. ત્યારે દારૂની હેરફેર કરવા માટેની નવી તરકીબનો પોલીસે ભાંડો ફોડ્યો છે. કાપોદ્રા પોલીસે ગઈ કાલે વહેલી સવારે નાના વરાછા ઓવર બ્રીજ પાસેથી પસાર થતા ટેમ્પોને અટકાવી જતપાસ કરતા તેમાં શાકભાજી અને એમ્બ્રોઈડરી ધાગાના બોબીનના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એમ્બ્રોઇડરી ધંધાર્થીએ લોકડાઉનમાં ધંધો બંધ થતા મુંબઈ રહેતા ભાઈ પાસે દારૂ મંગાવવાનું ચાલુ કર્યું હતું.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બૂટલેગરો દ્વારા નવી નવી તરકીબ દ્વારા દારૂનો જથ્થો લાવવામાં આવે છે. ત્યારે પોલીસ પણ દારૂ લાવનારાને ઝડપી પાડતા હોય છે ત્યારે કોરોનાને કારણે પોતાનો વેપાર નહિ ચાલતા એક યુવાન દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને તે દારૂ નવી ટ્રિકથી સુરતમાં લાવતો હતો, તેવી માહિતી કાપોદ્રા પોલીસેને મળી હતી.

પોલીસે ગતરોજ વહેલી સવારે નાના વરાછા ઓવર બ્રીજ પાસે રોયલ કાર મેળાની સામેથી પસાર થતા ટેમ્પો (નં.એમએચ-47-વાય-8994 ) ને અટકાવી તપાસ કરતા તેમાં શાકભાજી અને એમ્બ્રોઈડરી ધાગાના બોબીનના બોક્સની આડમાં લવાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ટેમ્પો ચાલક પ્રકાશ કરશનભાઇ ડોબરીયા અને એમ્બ્રોઇડરીના વ્યવસાયી કિશોર આંબાભાઇ કેવડીયાને ઝડપી પાડ્યા હતા. લોકડાઉનમાં ધંધો બંધ થતા કિશોરે મુંબઈ રહેતા અને શાકભાજીનો ધંધો કરતા હરેશ પાસે દારૂ મંગાવવા માંડયો હતો, તેવું પુછપરછમાં બંનેએ જણાવ્યું હતું. કિશોરના ઘરે પણ છાપો મારી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે રૂ.1,12,435 ની કિંમતના દારૂ ઉપરાંત ટેમ્પો, શાકભાજી મુકવાના 18 કેરેટ, એમ્બ્રોઇડરી ધાગાના 26 બોબીન વિગેરે મળી કુલ રૂ.6,19,835 નો મુદ્દામાલ કબ્જે કરી કિશોરની સાથે દારૂના ધંધામાં સામેલ યુવાન અબ્બાસ કાદર અગવાન ને પણ પકડી પાડ્યો હતો. તમામ ત્રીજી વખત જ મુંબઈથી કિશોરના ભાઈ હરેશે મોકલેલો દારૂ લઇ આવ્યા હતા. પોલીસે હરેશભાઇ આંબાભાઇ કેવડીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો જોકે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી  તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *