હાલમાં પરિણીત યુવતીઓ પોતાનાં પતિને છોડીને કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. એવામાં સુરત શહેરના પુણામાં દારૂ-જુગારની લતે ચડી ગયેલ રત્નકલાકાર યુવાન દેવાળીયો બનીને જતાં પોતાનાં ઘરમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. તેટલું જ નહીં પણ જુગારી વ્યક્તિ તેની પત્નીની સાથે ઘણીવાર ઝઘડા કરીને તેના નાનાભાઈની પત્નીની સાથે સંસાર માંડવાં માટે પત્નીને ધમકી આપતો હતો. એક દિવસ તો તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો હતો.
આ બાબતે સમાધાનને માટે બોલાવવામાં આવેલ મીટીંગમાં પોલીસની હાજરીમાં જ પતિએ તેની પત્નીનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે પત્નીએ તેના પતિની વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની અને જીવથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની ફરિયાદ નોધાવી છે.
મૂળ તો ભાવનગર-મહુવાના વતની અને હાલમાં સુરતના પુણામાં દયારામ સોસાયટી ખાતે રહેતા કુંદનબેન વિપુલભાઇ ચૌહાણના વર્ષ 2009માં રત્નકલાકાર વિપુલ ચૌહાણની સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડાં સમય પછી પતિ જુગારના રવાડે ચઢીને દારૂ પીને ઘરમાં મારઝૂડ પણ કરતો હતો.
નોકરી છોડીને બેકાર બનેલ વિપુલે પૈસાની માંગણી કરીને પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતા આ મામલો મહુવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પણ વડીલોની વાતચીતથી સમાધાન પણ કરી લીધું હતું. વર્ષ 2013થી કુંદનબેન પતિ વિપુલની સાથે વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેવા માટે આવી ગયા હતા.
ભાડાના મકાનમાં રહેવાં આવ્યા પછી પણ વિપુલે જુગાર રમવાનું ચાલુ જ રાખતા દેવું થઇ જતા લેણદારો તેની ઉઘરાણી માટે ઘરે આવતા હતા. આ બાબતે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. ત્યારબાદમાં તેણી પતિ-સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા માટે પણ ચાલી ગઇ હતી.
જો કે, પતિની લતમાં કોઇ સુધારો જણાયો ન હતો. આ અંગે વિરોધ નોંધાવ્યો હતો, કે પતિ અને દિયરે તેણીને માર માર્યો હતો. આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ નોધાંવી હતી અને ત્યારબાદમાં સમાધાન પણ થઇ ગયું હતું.જો કે, ત્યારપછી મહિલાનો પતિ વિપુલ અને દિયર મેહુલે ભાડાના મકાનમાં જ જુગારખાનું શરૂ કરી દીધું હતું.
આ સમયે પતિ અને દિયરની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. બંને વારંવાર મળતા પણ હતા. આ બાબતનો ભાંડો ફૂટી ગયો તો પતિએ પરિણીતાને ત્રાસ આપવાની શરૂઆત કરી અને દેરાણીની સાથે સંસાર માંડવા પણ છૂટાછેડા આપી દેવા માટે દબાણ કરતો હતો.
કુંદનબેન છૂટાછેડા નહીં આપતા ગઈ તા.16-06-20ના રોજ પતિ વિપુલ પત્નીની દેરાણીને લઇને ભાગી ગયો હતો. ત્યારબાદમાં ઓલપાડ ખાતેની એક દુકાનમાં બંને નાસ્તો કરતા હતાં ત્યાં પકડાતા જ કુંદનબેને 100 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવી લીધી હતી. ઓલપાડ પોલીસમાં આ મામલો પહોંચ્યો તો ત્યાં પણ પતિ વિપુલે કુંદનબેનને ઢોરમાર મારીને છૂટાછેડા આપવા માટે ધાકધમકી પણ આપી હતી.
ત્યારપછી પરિવારજનો-સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં પણ પતિએ માર મારીને કુંદનબેનનું ગળું દબાવવા માટેનો પ્રયત્ન પણ કર્યો હતો, જેથી કુંદનબેનની ફરિયાદને આધારે પુણા પોલીસે પતિ વિપુલ ચૌહાણની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.