ગુજરાત(Gujarat): તક્ષશિલા અગ્નિકાંડ(takshashila Fire)નો એ કાળજું કંપાવી દે તેવો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ જીવતે જીવતા આગમાં હોમાઈ ગયા હતા. ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટ(gujarat highcourt) દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે 4 મહિનાની અંદર મૃતકોના વાલીઓને ૩૫ લાખ રૂપિયા આપવા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસના 14 આરોપીમાંથી 12 આરોપીઓને જામીન મળ્યા છે. જ્યારે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેંકરિયા હજુ પણ જેલના સળિયા ગણી રહ્યા છે.
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા. સુરત પોલીસ દ્વારા આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે તક્ષશિલા અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેંકરિયાને જામીન આપ્યા છે, જે 26 મે 2019 થી જેલમાં હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સુરતમાં સમગ્ર દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. જે ઘટના 24મી મે, વર્ષ 2019 સમય સાંજના 4 કલાક આસપાસની આ વાત છે સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા અને પગતળેથી જમીન સરકી ગઈ હતી. એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી જેમાં 22 જેટલા માસુમની ફૂલ જેવી જિંદગી કરમાઈ ગઈ. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા નીચે કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં આવી ચુક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.