હાલમાં વ્યારામાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીમાંથી સહકાર આપનાર બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પરિમલ સોલંકી, ટીકો રબારી, પ્રતીક ચુડાસમા અને નવીન ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર નિશિષ શાહની હત્યા માટે 80 હજારની સોપારી આપવામાં આવી હતી. આ ઉપરાંત હત્યારાઓએ ત્રણ દિવસ સુધી બિલ્ડર નિશિષ શાહની રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બે હત્યારા સહિત હત્યાની સોપારી આપનાર નવીન ખટીક હજું પોલીસ પકડથી દુર છે. આ હત્યા પાછળ હજું પણ કેટલાક નામો ખુલવાની શક્યતા સેવાઈ રહી છે. આ હત્યાનું મૂળ કારણ હજુ સામે આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, આ હત્યા 14મી મેના રોજ રાત્રે આઠ વાગ્યાનાં અરસામાં વ્યારા નગરમાં કરવામાં આવી હતી. ચાર જેટલાં શખ્સોએ મોપેડ પર જતાં નિશિષ શાહ નામના બિલ્ડરની જાહેરમાં ઉપરાછાપરી તલવારનાં 15 જેટલાં ઘા મારીને હત્યા કરી હતી. આ દરમિયાન બિલ્ડરને બચાવવા વચ્ચે પડેલ તરબૂચનાં વેપારી અને તેના સાળાને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી અને હત્યારાઓ ત્યાંથી ભાગી ગયા હતા. વ્યારા નગરમાં આ રીતે જાહેરમાં બિલ્ડરની હત્યાને લઈને કાયદા અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા હતાં.
બિલ્ડર નિશિષ શાહની હત્યાની સોપારી આપનાર સહિત 2 હત્યારા હજું ફરાર હોવાથી તેમને પકડવા પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. તાપી જિલ્લાનાં મુખ્ય મથક વ્યારા નગરમાં જાહેરમાં હત્યા થયાનાં પાંચ દિવસ બાદ પોલીસને બિલ્ડરની હત્યા કરનારા 4 આરોપીને ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હાલ બિલ્ડરની હત્યા પાછળનો મુળ સૂત્રધાર સહિત હત્યારા ચારમાંથી બે આરોપીઓને પકડવા પોલીસની તપાસ ચાલું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં સામાન્ય રીતે હત્યા જેવા ગંભીર ગુના ક્યારેક જ બનતા હોય છે. ત્યારે 14મી મે શુક્રવારની રાત્રિનાં આઠ વાગ્યાનાં અરસામાં જ મહેન્દ્ર KUV કારમાં આવેલા ચાર જેટલાં શખ્સો દ્વારા જાહેરમાં વ્યારાનાં નામી બિલ્ડર નિશિષ શાહની તલવારનાં 15 જેટલાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર પંથકમા હોબાળો મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.