સુરત/ રાજ્યમાં બુટલેગરોનો નવો કીમિયો, ટેમ્પોના બોનેટ અને સીટ નીચે ખાનું બનાવી દારૂની હેરાફેરી- બે ની ધરપકડ

Surat News: ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર રોક છે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ વેચાય અને પીવાય…

Surat News: ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર રોક છે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ વેચાય અને પીવાય છે. દક્ષિણ ગુજરાતની અડોઅડ સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી આવેલું છે. આ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં રોજ દક્ષિણ ગુજરાતના(Surat News) શહેરોમાં દારૂ ઠલવાય છે. પોલીસની નજરથી બચવા ખેપિયાઓ દારુ છુપાવવાની અવનવી તરકીબ અજમાવતા રહે છે.ત્યારે પુણાગામ પાસે ટેમ્પોમાં બુટલેગર દ્વારા અનોખું ખાનું બનાવીને લવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પીસીબીએ દારૂ ઝડપી પાડ્યો
સેલવાસથી દારૂ લાવતો એક ટેમ્પો સુરતની પીસીબી પોલીસે પકડ્યો છે. આ સાથે બે ખેપિયાની ધરપકડ કરી છે. સુરત પોલીસે ટેમ્પોમાંથી કુલ 5.90 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જોકે, દારૂને જે રીતે છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. પોલીસે ટેમ્પોમાં છુપાવેલો દારૂ શોધ્યો તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.

પોલીસ દ્વારા 720 દારૂની બોટલ કબ્જે કરાઈ
પુણાગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આ દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો. 720 દારૂની બોટલ કબ્જે કરાઈ હતી. દારૂ, મોબાઈલ, બાઇક અને ટેમ્પો મળી કુલ્લે રૂ 5.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ સેલવાસથી સુરત લાવવામાં આવી રહ્યો હતો.

હજુ પણ કેટલાક ચર્ચિત વિસ્તારો એવા છે. જ્યાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. જે પોલીસની જાણ બહાર હોય એ અશક્ય માની શકાય.ત્યારે હાલ તો ગુજરાતને વ્યસન મુક્ત કરવા પોલીસ અને પ્રજાએ સહિયારા પ્રયત્નો થકી જ વ્યસનમુક્ત ગુજરાતનું સપનું સાકાર થશે.