સુરતના મગદલ્લામાં ભાડે રહેતી થાઇલેન્ડની 27 વર્ષીય મીમી ઉર્ફ વનિડા બુસોર્નની હત્યા મામલે ઉમરા પોલીસે ગુનો ઉકેલી નાખવાની નજીકમાં છે. આ માટે પોલીસને હત્યાનો ગુનો ઉકેલવા માટે કેટલાક મુખ્ય પુરાવા હાથ આવ્યા છે. જો કે આ બાબતે પોલીસે સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. પોલીસ અધિકારી એક-બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી શકે છે. વધુમાં મૃતક મીમી ઉર્ફ વનિડાની ચેઇન, મોબાઇલ અને રોકડ હાથ લાગતા ટૂંક સમયમાં હત્યાનો ગુનો ઉકેલાઈ જાય તેવી શકયતા રહેલી છે.
એડા મીમી ઉર્ફે વનિડાના ઘરે શનિવારે રાત્રે આવી હતી. બન્ને સાથે બેસી દારૂ, હુક્કો ઉપરાંત ગાંજો પીધો હોવાની વાત તપાસમાં સામે આવી છે. જેમાં કોઈ ઝેરી પ્રવાહી ભેળવી હત્યા કરાઈ હોઈ શકે છે. મીમી પર નાયલૉન કપડાઓ નાખી લાઇટરથી સળગાવી દીધી હોય એવી પણ પોલીસને શકયતા વ્યક્ત કરી રહી છે.
એડા સામે આ પહેલા પણ જાપાન અને મલેશિયામાં હતી તે વખતે જાપાનમાં જુગારનો કેસ અને મલેશિયામાં વિઝા પુરા થતા ગેરકાયદે વસવાટનો કેસ પોલીસમાં દાખલ થયો હોવાની વાત સ્પાના સંચાલકે પોલીસને જણાવી હતી. ટૂંકમાં એસઆઇટી ગુનો ઉકેલી નાખે તેવી પૂરેપૂરી શકયતા અહી લાગી રહી છે. રૂપિયાને લીધે હત્યા કરી હોય શકે તેવી સંભાવના પોલીસને હાલ લાગી રહી છે. હાલમાં આ હત્યાના કેસમાં એસઆઇટી એડાની હવે કડક હાથે પૂછપરછ શરૂ કરી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en